પોરબંદર – સિકંદરાબાદ સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન 25 જુલાઈથી સુપરફાસ્ટ બનશે


પશ્ચિમ રેલ્વેએ ભાવનગર રેલ્વે ડિવિઝનમાંથી ચાલતી ટ્રેન નંબર 19202/19201 પોરબંદર – સિકંદરાબાદ સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનના સમયમાં ફેરફાર કરીને ટ્રેનની સ્પીડમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. ભાવનગર રેલ્વે મંડળના સીનીયર ડીસીએમ શ્રી માંશૂક અહમદના જણાવ્યા મુજબ, ટ્રેન નંબર 19201 સિકંદરાબાદ – પોરબંદર એક્સપ્રેસ 19.07.2023 થી સુપરફાસ્ટ બનશે અને ટ્રેન નંબર 19202 પોરબંદર – સિકંદરાબાદ એક્સપ્રેસ 25.07.2023 થી સુપરફાસ્ટ બનશે. આમ આ ટ્રેન પોરબંદરથી દર મંગળવારે 00:55 કલાકને બદલે 01:00 કલાકે ઉપડશે અને બુધવારે 8:00 કલાકને બદલે 7:40 કલાકે સિકંદરાબાદ પહોંચશે. વળતી દિશામાં, આ ટ્રેન સિકંદરાબાદથી દર બુધવારે 15:00 કલાકને બદલે 15:10 કલાકે ઉપડશે અને ગુરુવારે 22:05 કલાકને બદલે 21:50 કલાકે પોરબંદર પહોંચશે.
જ્યારે ટ્રેન સુપરફાસ્ટ બનશે ત્યારે તેનો ટ્રેન નંબર પણ બદલવામાં આવશે. ટ્રેન નંબર 19202 પોરબંદર – સિકંદરાબાદ ને 12.09.2023 થી 20968 અને ટ્રેન નંબર 19201 સિકંદરાબાદ – પોરબંદરને 13.09.2023 થી 20967 ફરીથી નંબર આપવામાં આવશે. નોંધનીય છે કે ટ્રેનના પ્રકૃતિમાં ફેરફાર થયા પછી, મુસાફરો પાસેથી ભાડાનો તફાવત વસૂલવામાં આવશે (Pending difference amount will be collected). તેમ માશૂક અહમદ
(વરિષ્ઠ મંડલ વાણિજ્ય પ્રબંધક
પશ્ચિમ રેલવે‚ ભાવનગર મંડલ )એ અખબાર યાદી માં જણાવ્યું હતી

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!