વધતાજતા હાર્ટઅટેકના બનાવને ધ્યાનમાં રાખી સંસ્થા દ્વારા નવરાત્રી મહોત્સવમાં મેડિકલ સારવાર સહિત ડોક્ટરોની ટીમ હાજર રખાશે
લાયન્સ ક્લબ ઓફ પોરબંદર “બાપુ” પાયોનિયર ક્લબ પોરબંદર અને સાગરપુત્ર સમન્વય દ્વારા આયોજીત માં આદ્યશક્તિની ની આરાધના માટે નવલાં નોરતાં માં ચોપાટી મેદાન ખાતે પોરબંદર ની સૌથી જુની અને સૌની માનીતી એવી લીયો-પાયોનિયર રમઝટ નવરાત્રી-૨૦૨૩ નું આયોજન કરવામાં આવેલ છે. આ આયોજનમાં ભારતના યસસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના મહિલા સશક્તિકરણ અભિયાન ને પ્રોત્સાહન આપવા માટે આ વર્ષે રમઝટ
નવરાત્રીમાં તમામ મહિલાઓને વિનામૂલ્યે પ્રવેશ આપવાનું સંસ્થાના પ્રમુખ પ્રવીણભાઈ ખોરાવાએ જાહેર કર્યું છે. ત્યારે ખૂબ મોટી સંખ્યામાં ખેલૈયાઓ આ આયોજનમાં ભાગ લઈ રહ્યા છે ત્યારે સંસ્થાના પ્રમુખ પ્રોજેક્ટ ચેરમેન પ્રવીણભાઈ ખોરાવા અને એડવોકેટ ભરતભાઈ લાખાણી દ્વારા મેડિકલ સારવાર સહિત નિષ્ણાંત ડોક્ટરોની ટીમ ને હાજર રાખવામાં આવશે જેથી કોઈ બનાવો બને તો તાત્કાલિક સારવાર થઈ શકે ત્યારે શહેરીજનો પણ સંસ્થાના પ્રમુખ પ્રવીણભાઈ ખોરાવા ની આ કામગીરી ને ખૂબ બીરદાવી રહ્યા છે અને દરેક સંસ્થાઓએ આ પ્રકારની કામગીરી કરવી જ જોઈએ તેવી પણ લોક મૂખે ચર્ચા ચાલી રહી છે