પોરબંદરના પેરેડાઈઝ સિનેમા વિસ્તારમાંથી પીતળના પંખાની ચોરીનો ભેદ ઉકેલાયો ચોરીમાં ગયેલ મુદામાલ સાથે ત્રણ ઝડપાયા

પોરબંદર શહેરના પેરેડાઈઝ સિનેમા વિસ્તારમાંથી બોટના પીતળના પંખાની ચોરીનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલી ૩ ને ચોરીમાં ગયેલ મુદામાલ સાથે પકડી પાડતી કમલાબાગ પોલીસ
ચોરી સબંધી ગુન્હાઓ શોધી કાઢવા માટે જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક મયંકસિંહ ચાવડા સાહેબ તથા પોરબંદર પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની ની સુચના મુજબ તથા પોરબંદર શહેરના ડી.વાય.એસ.પી.
નિલમ ગોસ્વામી તથા કમલાબાગ પોલીસ સ્ટેશનના પી.આઇ.એસ.ડી.સાળુંકે ના માર્ગદર્શન હેઠળ
કમલાબાગ પોલીસ સ્ટેશન પાર્ટ-એ ગુ.ર.નં૧૧૨૧૮૦૦૯૨૨૦૬૪૫/૨૦૨૨ આઇ.પી.સી.કલમ-૩૮૦,૪૫૪,૪૫૭ મુજબના ગુન્હાના ચોરીમાં ગયેલ મુદામાલ શોધી કાઢવા માટે સુચના કરેલ જે અંગે આજરોજ ક્મલાબાગ પોલીસ સ્ટેશન સર્વલન્સ સ્કવોડના પો.સબ.ઇન્સ. કે.એન.ઠાકરીયા તથા કમલાબાગ પોલીસ સ્ટાફ સાથે પેટ્રોલીંગ હતા દરમ્યાન પોરબંદર વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત કમાન્ડએન્ડ કન્ટ્રોલ પોરબંદર શહેરમાં લગાડેલ કેમેરાની મદદથી આરોપીઓના ફુટેજ મળેલ હોય જે આધારે આરોપીઓની તપાસ ચાલુ હોય દરમ્યાન પોલીસ હેડ કોન્સ. બી.કે.ગોહીલ તથા પોલીસ કોન્સ વિજયભાઈ જેન્તીભાઈને સંયુકત બાતમી રાહે હકીકત મળેલ કે, પોરબંદર નગરપાલિકાના પાર્ટી પ્લોટમાં ચોપાટી ટી-પોઇન્ટ પાછળ પાર્ટી પ્લોટના પૂર્વ દિશાના ખુણા ઉપર બે રૂમોની પાછળ બોરડીના ઝાડીઓમાં બે બહેનો તથા એક પુરૂષ ચોરી કરેલ બોટના પંખાની હેરફેર કરી તેનો નિકાલ કરવાની તજવીજ કરતાં હોય તેવી હકિકત મળતાં જે હકીકત આધારે સદર જગ્યાએ ઝડતી કરતા બે બહેનો તથા એક પુરુષ એક પીતળના બોટના પંખા સાથે મળી આવતા આ ત્રણેય પાસે બોટના પીતળના પંખા બાબતે પુછપરછ કરતા પંખો પેરેડાઇઝ સિનેમા પાસેના વિસ્તારમાંથી ચોરી કરેલાની કબુલાત આપેલ છે.
કબુલાત આપેલ ચોરીમા ગયેલ/કબ્જે કરેલ મુદામાલની વિગતઃ-
- બોટનો પીતળનો પંખો-૧કી.રૂ.૩૦,૦૦૦/- પકડાયેલ આરોપીઓના નામ-સરનામાઃ-
(૧) સવિતા વા/ઓફ કીરણભાઇ મલખાન બાવરી ઉ.વ.૨૧ (૨) રેશ્માબેન વા/ઓફ, પ્રિતમમોહનભાઇ પરમાર ઉ.વ.૨૫
(૩) દિપસિંગ બિરસીંગ વઢીયાર ઉ.વ.૧૯ રહે.ત્રણેય ચોપાટી પાસે આવેલ જુરીઓમાં પોરબંદર
“કામગીરી કરનાર અધિકારી / કર્મચારી
કમલાબાગ પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સપેકટર એસ.ડી.સાળુંકે તથા સર્વેલન્સ સ્કોડના પો.સ.ઇ. કે.એન.ઠાકરીયા તથા તથા એ.એસ.આઇ આર.પી.જાદવ તથા પોલીસ હેડ કોન્સ. બી.કે.ગોહીલ તથા પોલીસ કોન્સ.વિજયભાઈ જેન્તીભાઈ, ભીમશીભાઈ પરબતભાઈ તથા વિરેન્દ્રસિંહ દશરથસિંહ તથા અક્ષયકુમાર જગતસિંહ તથા દેવેન્દ્રસિંહ રણજીતસિંહ, અરવિંદભાઈ કરશનભાઈ વિગેરે પોલીસ સ્ટાફ કામગીરીમાં જોડાયેલ હતા.
