પોરબંદર નાં સુપ્રસિધ્ધ રોકડીયા હનુમાન મંદિરે થર્ટી ફસ્ટની અનોખી ઉજવણી

🙏🚩થર્ટી ફર્સ્ટ ની દિવ્ય ઉજવણી 🚩🙏
શ્રી રોકડીયા હનુમાનજી નાં આશીર્વાદ થી જ.. શ્રી વલ્લભપ્રભુ સત્સંગ મંડળ – પોરબંદર અને સ્વસ્તિક ગ્રુપ – પોરબંદર નાં સંયુકત ઉપક્રમે ” થર્ટી ફર્સ્ટ ” ની ઉજવણી દિવ્ય રીતે કરવામાં આવી..
પોરબંદર નાં સુપ્રસિધ્ધ રોકડીયા હનુમાન મંદિરે તા.31/12/2022 ને શનિવારે..51 બાળકો દ્વારા શ્રી વલ્લભપ્રભુ સત્સંગ મંડળ નાં સંગીતમય સથવારે 11 હનુમાન ચાલીસા નાં પાઠ અને રામધૂન – ની રમઝટ સાથે..2022 ને વિદાય અને 2023 નાં વર્ષ નું સ્વાગત ખૂબ જ દિવ્ય રીતે ભક્તિભાવ સાથે ભારતીય સંસ્કૃતિ ને અનુરૂપ ” થર્ટી ફર્સ્ટ ” ઉજવી કરવામાં આવેલ હતી.. ખૂબ જ મોટી સંખ્યા માં બાળકો ધાર્મિક વેશભૂષા સાથે ઉપસ્થિત રહ્યા હતા..
આ દિવ્ય કાર્ય માં જોડાયેલા 51 થી વધુ બાળકો ને સ્વસ્તિક ગ્રુપ – પોરબંદર દ્વારા નાસ્તો અને પ્રોત્સાહન ભેટ આપવામાં આવેલ હતી..
આ દિવ્ય કાર્યક્રમ ને સફળ બંનાવવા મંદિર નાં પુજારી સુભાશબાપુ અને પુજારી ગણ નો સુંદર સહયોગ તેમજ બંને સંસ્થા નાં કાર્યકરો એ જહેમત ઉઠાવેલ હતી..
આમાં પોરબંદર ની પવિત્ર ભૂમિ માં ” થર્ટી ફર્સ્ટ ” ની ઉજવણી ભારતીય સંસ્કૃતિ ને અનુરૂપ દિવ્ય રીતે ઉજવવામાં આવેલ.. કાર્યક્રમ માં ખુબજ બહોળી સંખ્યા માં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા અને ભક્તિભાવ થી આનંદિત થયાં હતા.🙏🚩

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus (0 )
error: Content is protected !!