પોરબંદરમાં સત્સંગ યોજી થર્ટીફર્સ્ટની ઉજવણી કરાઇ
પોરબંદરમાં થર્ટી ફર્સ્ટનું સત્સંગનો કાર્યક્રમ યોજી ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. રોકડિયા હનુમાન મંદિર ખાતે શ્રી વલ્લભ પ્રભુ સત્સંગ મંડળ અને સ્વસ્તિક ગ્રુપના સંયુક્ત ઉપક્રમે થર્ટી ફસ્ટની ઉજવણી કરવામાં આવી હતી.
સુપ્રસિદ્ધ રોકડિયા હનુમાન મંદિર ખાતે 51 બાળકો દ્વારા વલ્લભ પ્રભુ સત્સંગ મંડળના સંગીતમય
સથવારે 11 હનુમાન ચાલીસાના પાઠ અને રામધુનની રમજમાટ બોલવામાં આવી હતી. તેમજ વર્ષ 2022 ને વિદાય તથા 2023 ના વર્ષનું સ્વાગત ખૂબ જ દિવ્ય રીતે ભક્તિભાવ સાથે ક૨વામાં આવ્યું હતું, અને ભારતીય સંસ્કૃતિને અનુરૂપ થર્ટી ફસ્ટની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં બાળકો ધાર્મિક વેષભુષા સાથે જોડાયા હતા. આ દિવ્ય કાર્યક્રમમાં જોડાયેલ 51 થી વધુ બાળકોને સ્વસ્તિક ગ્રુપ દ્વારા નાસ્તો અને પ્રોત્સાહિત ભેટ આપવામાંઆવી હતી. આ દિવ્ય કાર્યક્રમને સફળ બનાવવા માટે મંદિરના પુજારી સુભાષભાઈ અને તેમની
ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. આ તકે મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા.