દેશના પૂર્વ વડાપ્રધાન સ્વ:રાજીવ ગાંધીની સ્મૃતિમાં આંતર શાળા-કોલેજ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું પોરબંદર NSUI દ્વારા આયોજન, ૧૬ ટીમોનો આ ટુર્નામેન્ટમાં જંગ જામશે

…. ( સ્વ:રાજીવ ગાંધી કપ-૨૦૨૩ (સિઝન-૬ ) ) વિદ્યાર્થીઓના નાના થી મોટા પ્રશ્નોને હમેંશા વાચા આપતું સંગઠન એટલે NSUI, હમેંશા વિદ્યાર્થીઓના પ્રશ્ને લડીને ન્યાય આપવતું આવ્યું છે. COVID માં ફી ને લઈને પણ અનેક લડાઈ કરી વાલીઓને રાહત અપાવી હતી,બીજી પ્રવૃતિઓમાં પણ હમેંશા NSUI અગ્રેસર રહ્યું છે. નવરાત્રીના દિવસોમાં શીશુકુંજ ખાતે ભગવાને જેમના અનોખી શક્તિ આપેલી છે તેવા બાળકોને પ્રોત્સાહિત કરવા અને તેમનો ઉત્સાહ વધારવા NSUI ટીમના તમામ સદસ્યો નાના બાળ બનીને છેલ્લા ૬ વર્ષથી વેલકમ નવરાત્રીનું આયોજન કરતુ આવ્યું છે,તેવી જ રીતે અંધજન ગુરુકુળ ખાતે અંધ બાળકોના જીવનમાં રંગ પુરવા DJ ના તાલે છેલ્લા ૬ વર્ષ થી હોળી રમવાનું આયોજન કરતુ આવ્યું છે.. ત્યારે દરેક વર્ષની જેમ આ વર્ષે પણ પોરબંદરના માનીતા અને ક્રિકેટ પ્રેમી વિદ્યાર્થીઓ માટે ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ આયોજન કરવા જઈ રહ્યું છે,દેશના પૂર્વ વડાપ્રધાન સ્વ:રાજીવ ગાંધીની સ્મૃતિમાં આંતર શાળા-કોલેજના વિદ્યાર્થીઓ માટે રાજીવ ગાંધી કપ-૨૦૨૩ નું આયોજન થઇ રહ્યું છે, જેમાં અલગ અલગ કોલેજ/શાળા અને ટ્યુશન કલાસીસ ટીમો નો સમાવેશ કરવામાં આવશે...જે વિદ્યાર્થીઓ ચાલુ વર્ષમાં અભ્યાસ કરી રહ્યા છે તેવા વિદ્યાર્થીઓ જ આ ટુર્નામેન્ટમાં ભાગ લઇ શકશે...ટુર્નામેન્ટમાં આ વખતે શાળા/કોલેજ માથી એક શિક્ષકને પણ ટીમમાં ભાગ લેવા દેવામાં આવશે આ ટુર્નામેન્ટમા ૧૦-૧૦ ઓવર ની મેચો રમાશે,જેમાં સેમી ફાઈનલ અને ફાઈનલ મેચ ૧૨ ઓવરની રમાડવામાં આવશે.. આ ટુર્નામેન્ટનું રજીસ્ટેશન તા.૦૩/૦૧/૨૦૨૩ થી ૧૩/૦૧/૨૦૨૩ સુધી થવાનું છે, ટુર્નામેન્ટ તારીખ ૧૮/૦૧/૨૦૨૩ થી માધવાણી કોલેજ ગ્રાઉન્ડ,નેશનલ હાઇવે પોરબંદર ખાતે શરુ કરવામા આવશે.. જેમનું ફોર્મ માનનીય ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબની ઓફીસ ખાતે થી પ્રાપ્ત થશે, અથવા જે સંપર્ક આપવામાં આવ્યો છે તેમાં કોન્ટેક કરીને મેળવી લેવું આ ટુ્ર્નામેન્ટમા ગુજરાત પ્રદેશ NSUI મહામંત્રી કિશન રાઠોડ અને તેમની ટીમ દ્વારા જહેમત ઉઠાવવામા આવી છે
સંપર્ક :- ૯૭૨૬૦ ૬૯૦૦૯,૮૧૪૧૮ ૭૪૫૫૫,
