પોરબંદર માં વિલિયમ શેક્સપિયર સ્ટડી સર્કલ અંતર્ગત યોજાયેલા લિટરરી ફેસ્ટ-૨૦૨૨નો વેલીડિક્ટરી કાર્યક્રમ યોજાયો
પોરબંદરની રાજરત્ન શ્રેષ્ઠીશ્રી નાનજીભાઈ કાલિદાસ મહેતા આર્ય કન્યા વિદ્યાલય ટ્રસ્ટ સંચાલિત ગુરુકુળ મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં પ્રાચાર્ય ડો. અનુપમભાઈ નાગરના માર્ગદર્શન અને પ્રોત્સાહનથી અંગ્રેજી વિભાગના વિલિયમ શેક્સપિયર સ્ટડી સર્કલ અંતર્ગત યોજાયેલા લિટરરી ફેસ્ટ-૨૦૨૨નો વેલીડિક્ટરી કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમનાં ચીફ ગેસ્ટ તરીકે પોરબંદરની સેન્ટ મેરી સ્કૂલના સિસ્ટર જીસ મારિયા અને સીસ્ટર લીઝા તેમજ ગેસ્ટ ઓફ ઓનર તરીકે અંગ્રેજી વિભાગના ભુતપૂર્વ અધ્યક્ષા ડો. હરિનબેન મજીઠીયા ઉપસ્થિત રહેલા. આ ઉપરાંત કોલેજના પ્રિન્સીપાલ ડૉ. અનુપભાઈ નાગર, વાઇસ પ્રિન્સિપાલ પ્રો. રોહિણીબા જાડેજા તેમજ કોલેજના પ્રાધ્યાપકો પણ ઉપસ્થિત રહેલા. કાર્યક્રમની શરૂઆત લોર્ડ્સ પ્રેયરથી કરવામાં આવેલી. ત્યારબાદ અંગ્રેજી વિભાગના વિઝીટિંગ લેક્ચરર કુ. પારુલ શુક્લાએ સૌનું શાબ્દિક સ્વાગત કરેલું. પછી કોલેજની પરંપરા મુજબ આવેલા સર્વે મહેમાનોનું સુતમાળાથી સ્વાગત કરાયું. કાર્યક્રમની શરૂઆતમાં બી.એ. સેમેસ્ટર-૪ની વિદ્યાર્થીની કુ. રેખા ઓડેદરાએ ‘સર્વ ધર્મ સમભાવ’ અને ‘વસુધૈવ કુટુંબકમ’ ની ભાવનાને ઉજાગર કરી ક્રિસ્મસ પર નોંધપાત્ર વક્તવ્ય આપેલું. પછી બી. એ. સેમેસ્ટર-૧ની વિદ્યાર્થીનીઓ કુ. જાનવી કણજારીયા અને ગ્રૂપએ ક્રિસમસ કેરોલ્ઝ પ્રસ્તુત કરેલી. ત્યારબાદ બી. એ. સેમેસ્ટર-૪ની વિદ્યાર્થીનીઓ કુ. વેદાંશી જોશી અને તેના ગૃપે દેશભક્તિ પર હૃદયસ્પર્શી માઈમ રજૂ કરેલું. પછી બી. એ. સેમેસ્ટર-૧ની વિદ્યાર્થીનીઓ કુ. જાન્સી હોદ્દાર અને ગ્રુપએ ગુજરાતની ગરિમાને ઉજાગર કરતો ગરબો રજૂ કરેલ. ત્યારબાદ બી. એ. સેમેસ્ટર-૬ની વિદ્યાર્થીનીઓએ વિલિયમ શેકસપિયરની પ્રખ્યાત નાટ્યકૃતિ ‘ધ ટેમ્પેસ્ટ’ પર આબેહૂબ સ્કીટ રજૂ કરી પોતાના નાટ્ય કૌશલ્યને ઊજાગર કરેલ. ત્યારબાદ કોલેજના પ્રાચાર્ય ડો. અનુપમભાઈ નાગરે ચીફ ગેસ્ટ સિસ્ટર જિસ મારિયાની ઉત્તમ કારકિર્દી તેમજ સફળ શૈક્ષણિક કાર્ય માટે બિરદાવેલા અને વિદ્યાર્થીનીઓને પ્રેરણાદાયી ઉદબોધન આપી,જીવનમાં મૂલ્યો અને સદગુણોનું મહત્વ સમજાવેલ. ત્યારબાદ આ અઠવાડિયા દરમિયાન થયેલી અલગ અલગ સ્પર્ધાઓના પરિણામો જાહેર કરવામાં આવેલા. જેમાં ફેન્સી ડ્રેસ કોમ્પિટિશનમાં પ્રથમ ક્રમાંકે કુ. રેખા ઓડેદરા, દ્વિતીય ક્રમાંકે કુ. પ્રાર્થના બાપોદરા, તૃતીય ક્રમાંકે કુ. હેત્વી દવે અને હાર્દિકા વાળા, ચતુર્થ ક્રમાંકે, કુ. અદિતિ ખૂટી તેમજ પાંચમા ક્રમાંકે કુ. રિતિકા વારા વિજેતા જાહેર થયેલા. રાઈમ રેસીટેશન કોમ્પિટિશનમાં પ્રથમ ક્રમાંકે કુ. હાર્દિકા વાળા, દ્વિતીય ક્રમાંકે કુ. મયૂરી રાણાવાયા અને તૃતીય ક્રમાંકે કુ. નંદિની જાદવ વિજેતા જાહેર થયેલા. ટ્રેઝર હન્ટ કોમ્પિટિશનમાં કુ.રેખા ઓડેદરા એન્ડ ટીમ પ્રથમ ક્રમાંકે તેમજ કુ. બંસી આશા એન્ડ ટીમ દ્વિતીય ક્રમાંકે વિજેતા જાહેર થયેલા. ત્યાર પછીની દુનિયાના ધર્મગ્રંથો પરની ક્વિઝ કોમ્પિટિશનમાં ટીમ એથેન્સ- કુ. નિષ્ઠા વાજા એન્ડ ટીમ પ્રથમ ક્રમાંકે અને ટીમ સ્પાર્ટા- કુ. પ્રાર્થના બાપોદરા એન્ડ ટીમ દ્વિતીય ક્રમાંક વિજેતા જાહેર થયેલ. ત્યારબાદની સ્પર્ધા ભગવદ ગીતા શ્લોક રેસિટેશન એન્ડ ટ્રાન્સલેશન કોમ્પિટિશનમાં કુ. રિતિકા વારા પ્રથમ ક્રમાંકે, કુ. નિષ્ઠા વાજા દ્વિતીય ક્રમાંકે તેમજ કુ. વેદાંશી જોશી અને કુ. રાજી પરમાર તૃતીય ક્રમાંકે વિજેતા જાહેર થયેલ. વિજેતા જાહેર થયેલ તમામ વિદ્યાર્થીની બહેનોને પ્રોત્સાહક ઈનામો એનાયત કરવામાં આવેલ.
લિટરરી ફેસ્-૨૦૨૨નાં ચીફ ગેસ્ટ આદરણીય સિસ્ટર જિસ મારિયાએ પ્રભાવશાળી ઉદબોધન કરેલું. જેમાં તેઓએ કહેલું કે ભગવાન શાશ્વત છે અને સવારમાં ઉઠતાની સાથે જ એ આપણી મદદ કરે છે અને તેઓ હંમેશા અને સતત આપણી મદદ અને રક્ષણ કરતા જ રહે છે. મનુષ્યએ માત્ર પોતાનું કર્મ કરતાં રહેવાનું છે. તેઓએ કહેલું કે અંગ્રેજી ભાષામાં આમ તો કુલ 26 મૂળાક્ષરો છે, પરંતુ તેમાં મુખ્યત્વે ત્રણ મૂળાક્ષરો જરૂરી છે અને એ મૂળાક્ષરો છે E, R અને O. ઈ એટલે કે ઇવેન્ટ્સ(ઘટનાઓ), આર એટલે કે રિસ્પોન્ડ (પ્રતિક્રિયાઓ) અને ઓ એટલે કે આઉટકમ(પરિણામ). આ ત્રણેય શબ્દોની આજુબાજુ આપણું જીવન ગુંથાયેલું છે. તેઓએ આવનારા નવા વર્ષની શુભેચ્છા આપતા કહ્યું હતું કે આવનારું નવું વર્ષ સૌને ફળદાયી અને સમૃદ્ધિદાયક બની રહે. આ સાથે તેઓએ વિદ્યાર્થિનીઓના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહેતા પ્રિન્સીપાલ ડો. નાગર સાહેબની પ્રશંસા કરી અને સાથે- સાથે એમને અને એમની સમગ્ર ટીમને અભિનંદન પાઠવેલ. કાર્યક્રમની પૂર્ણાહૂતિ અંગ્રેજી વિભાગના વિઝીટિંગ લેક્ચરર કુ. અદિતિ દવેના આભારદર્શનની વિધિ સાથે થયેલી. આ કાર્યક્રમનું સુચારુ સંચાલન કુ. અદિતિ દવેએ કરેલું. કાર્યક્રમને સફળ બનાવવામાં અંગ્રેજી વિભાગના અધ્યક્ષા ડો. કેતકીબેન પંડ્યા, ડો. નયનભાઈ ટાંક, કુ.અદિતિ દવે, કુ. પારુલ શુક્લા તેમજ પ્રતિનિધિ વિદ્યાર્થીનીઓ કુ. અંજુ ગોઢાણીયા, કુ. જયશ્રી ઓડેદરા, કુ. દેવલ-નિધિ મેઘનાથી, કુ. વૈશાલી ઓડેદરા, કુ.કિરણ કડછા, કુ. ક્રિષ્ના ગોજીયા, કુ. પરિશા મઢવી વગેરેએ જહેમત ઉઠાવેલી.