પ્રવીણભાઈ ખોરાવાના હસ્તે પોરબંદર લેડી હોસ્પિટલ ખાતે નવજાત શિશુને મચ્છરજન્ય ચેપી રોગ સામે રક્ષણ મળી રહે તે માટે 200 કીટ વિતરણ


પોરબંદર માં સામાજીક અને સેવાકીય કાર્ય માટે હંમેશા અગ્રેસર અને તત્પર રહેતી એવી પાયોનિયર ક્લબ
પોરબંદર,સાગરપુત્ર સમન્વય અને લાયન્સ ક્લબ ઓફ પોરબંદર “બાપુ” સંસ્થાના પ્રમુખ અને સેવાના સારથી એવા પ્રવીણભાઈ ખોરાવાના શુભ હસ્તે આજરોજ તા.16/05/2024 ને ગુરુવારના દિવસે પોરબંદર લેડી હોસ્પિટલ ખાતે નવજાત શિશુને મચ્છર અને ચેપી રોગ સામે રક્ષણ મળી રહે તે માટે 200 કીટ વિતરણ કરવામાં આવેલ છે.
આ કિટ માં નાનું ગાદલું,ઓશીકું,ઓઢવા માટે રજાઈ અને મચ્છરદાની આપવામાં આવેલ છે.
આ કીટ વિતરણ માં સંસ્થાના પ્રમુખ પ્રવીણભાઈ ખોરાવા ની સાથે માજી વાણોટ હરજીવનભાઈ કોટીયા,
મહેન્દ્રભાઈ જુંગી અને જ્યેન્દ્રભાઈ ખુંટી એ હાજરી આપી હતી.આ કીટનો અંદાજીત ખર્ચ રૂપિયા 50,000/- થયેલ છે.
આ કીટ વિતરણ પ્રવીણભાઈ ખોરાવા અને શ્રીમતી ઉમાબેન ખોરાવા ના આર્થિક સહયોગ દ્વારા કરવામાં આવેલ છે.
Please follow and like us:
