પોરબંદરની “આવાસ યોજના” માં આવેલ ફ્લેટ ની છત ધડાકાભેર પડી
જમવાના સમયે રસોડામાં હોવાથી કોઈ જાનહાની નહિ: શરૂઆત થી જ કામ નબળું થયું હોવાથી અને ભ્રસ્ટાચાર ના કારણે ગરીબ લોકોના મકાનો લોટ, પાણી ને લાકડા જેવા: કોંગ્રેસ ના આગેવાનો સ્થળ નિરીક્ષણ અર્થે દોડી ગયા*
પોરબંદરની “આવાસ યોજના” માં આવેલ ફ્લેટ ની છત ધડાકાભેર પડતા સ્થાનિક રહેવાસીઓ માં ભય ફેલાયો હતો. જોકે જે ફ્લેટ નો સ્લેબ ધરાશાઈ થયો તે ફ્લેટ મા
રેહતા ભીમજી ભાઈ સેરજી ના પરિવારના સભ્યો રસોડામા જમવાના બેઠા હોવાથી કોઈ જાનહાની ના સમાચાર નથી.
સરકાર દ્વારા ગરીબો માટે તુમ્બડા વિસ્તાર માં આવાસ યોજના અંતર્ગત મકાનો બનાવી આપેલ છે, જયારે આ કામ ચાલતું હતું ત્યારે પણ અનેક વખત કામ નબળું થતું હોવાનું કોંગ્રેસ દ્વારા પુરવાર કરવામાં આવ્યું હતું આમ છતાં લોટ, પાણી અને લાકડા જેવું કામ કરી ગરીબો ને રહેવા માટે ફાળવણી કરવામાં આવી છે ત્યારે આજે અચાનક આવાસ યોજના ની બિલ્ડીંગ ન. 7 માં 17 નમ્બર ના ફ્લેટની છતનો ભાગ ધડાકાભેર પડ્યો હતો. ફ્લેટમા
રેહતા લોકો રસોડામા જમવાના બેઠા હોવાથી હોવાથી કોઈ જાનહાની થઇ નથી.આ બનાવ ની જાણ થતા કોંગ્રેસ ના સિનિયર આગેવાન રામદેવભાઈ મોઢવાડીયા, કોંગ્રેસ આગેવાન વિજયભાઈ બાપોદરા, જિલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ ધર્મેશભાઈ પરમાર કરણ મેઘનાથી ચિરાગ ડાભી વગેરે સ્થળ ઉપર દોડી જઈ ને નિરીક્ષણ કર્યું હતું. આ આવાસ ના થયેલા કામ અંગે ઉચ્ચકક્ષા એ તપાસ કરવા અને બિલ્ડીંગ ની ચકાસણી કરવા માંગ કરી હતી. આ કામ માં થયેલા નબળા કામ અને ભ્રસ્ટાચાર નો ભોગ કોઈ નિર્દોસ બને તે પહેલા યોગ્ય કરવા માંગ કરવામાં આવી છે.