પોરબંદર માં આવતીકાલે રાષ્ટ્રીય યુવા દિવસ અંતર્ગત યંગ ઇન્ડિયા રન – મેરેથોન નું પોરબંદર શહેર યુવા ભાજપ દ્વારા આયોજન
પોરબંદર શહેર યુવા ભાજપ દ્વારા થયેલ આયોજન માં ભાગ લેવા યુવાનો માં થનગનાટ
પોરબંદર માં આવતીકાલે રાષ્ટ્રીય યુવા દિવસ અંતર્ગત યંગ ઇન્ડિયા રન – મેરેથોન નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.પોરબંદર શહેર યુવા ભાજપ દ્વારા થયેલ આયોજન માં ભાગ લેવા યુવાનો માં થનગનાટ જોવા મળી રહ્યો છે.
યુગદ્રષ્ટા શ્રી સ્વામી વિવેકાનંદજી ની જન્મજયંતી (રાષ્ટ્રીય યુવા દિવસ) અંતર્ગત રાષ્ટ્રીય યુવા મોરચા ની સૂચના અનુસાર, પોરબંદર શહેર યુવા ભાજપ દ્વારા યંગ ઇન્ડિયા રન – મેરેથોન નું આયોજન કરવામાં આવ્યું છે. આ મેરેથોન માં જોડાવવા યુવાનો યુવતીઓ માં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
મેરેથોન શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર અને વિજેતા યુવાઓ ને સન્માનિત કરવા માં આવશે.
તા: ૧૨-૦૧-૨૦૨૩ , ગુરુવાર, સવારે _૭:૦૦ વાગ્યે કમલાબાગ સર્કલ થી ચોપાટી , પોરબંદર થી શરૂ થનાર આ યંગ ઇન્ડિયા રન – મેરેથોન માં જોડાવવા પોરબંદર શહેર યુવા ભાજપના પ્રમુખ સાગર મોદી અને ટિમ દ્વારા યુવાનો, યુવતીઓ ને આહવાન કરવામાં આવ્યું છે.