પોરબંદરની યશકલગી માં વધારો થાય તે માટે રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીને એક રજુઆત

શ્રી પરિમલભાઈ નથવાણી
રાજ્યસભા સાંસદ ભારત સરકાર

વિષય :પોરબંદર નજીક આવેલ મોકર સાગર કરલી જળાશય પાસે રાષ્ટ્રીય કક્ષાનું પક્ષીઓનું સારવાર કેન્દ્ર બનાવવા અંગે

જય શ્રી કૃષ્ણ પરિમલ ભાઈ આપ શ્રી રાજ્યસભાના સાંસદ તરીકે વિભૂષિત છો તો પોરબંદર માં સમૃદ્ધિ લાવવા માટે આપને એક વિચાર રજૂ કરી રહ્યોં છું.આ પ્રોજેકટ ને આપ યોગ્ય રીતે ધ્યાન માં લો તેવી આશા છે .

જામનગરમાં આપ શ્રી રિલાયન્સ પરિવારના વન તારા પ્રોજેક્ટ અંગે જાણીને ખુશી થઈ કે રિલાયન્સ પરિવાર દ્વારા અમુલ પ્રાણીઓ માટે તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવી રહ્યા છો અને સેવાનું દાન કાર્ય રિલાયન્સ પરિવારના જીવનમાં પુણ્યનું ભાથું બાંધી રહ્યું છે પોરબંદર ના એક નાગરિક તરીકે આપને એક વિચાર રજુ કરી રહ્યો છું કે સત્ય અને અહિંસાના પૂજારી મહાત્મા ગાંધીજીની આ જન્મભૂમિ પોરબંદર કે જેને બર્ડ સીટી તરીકે પણ ઓળખવામાં આવે છે અહીંથી 28 કિલોમીટર અંતરે આવેલ મોકર સાગર કરલી જળાશય મોટી સંખ્યામાં યાયાવર પક્ષીઓ આવતા હોય છે અને કુદરતના સાનિધ્યમાં આવેલ આ સુંદર મજાનું સ્થળ કે જ્યાં ગુજરાત સરકાર પણ આગામી દિવસોમાં વિકાસ પ્રોજેક્ટ લાવી રહી છે મારી એવી લાગણી છે કે વન તારા પ્રોજેક્ટમાં જે રીતે પ્રાણીઓ માટે સારવાર કેન્દ્ર ચાલી રહ્યું છે એવી જ રીતે પોરબંદરમાં પક્ષીઓ માટે પણ કાયમી સારવાર કેન્દ્ર બનાવવામાં આવે અને ભવિષ્યમાં ભારતભરમાં થી સારવાર માટે યોગ્ય લાગતા પક્ષીઓ અહીં લાવવામાં આવે તો અનેક પક્ષીઓને મદદરૂપ થવાનો પણ એક અવસર પોરબંદરમાં પ્રાપ્ત થાય આ કાર્ય આપ શ્રી ને માર્ગદર્શન હેઠળ કાર્ય થાય તેવી ઈચ્છા વ્યક્ત કરું છું .

આ પ્રોજેક્ટ થી પોરબંદર ગુજરાતને થશે ફાયદો

આ પ્રોજેક્ટમાં વિદેશથી આવતા પક્ષીઓની પણ સારવાર થશે આથી ભારત જ નહીં પરંતુ વિશ્વભરના પક્ષીઓનું સારવાર કેન્દ્ર બનશે અને આથી વિશ્વ કક્ષાના પક્ષી પ્રેમીઓ પોરબંદરની મુલાકાતે અભ્યાસ અર્થે આવશે અને પોરબંદરમાં બર્ડ ટુરીઝમનો વ્યાપ વધશે આમતો પોરબંદર સુદામાપુરી ગાંધીભૂમિ તરીકે જગ વિખ્યાત છે આ ઉપરાંત બર્ડ સીટી તરીકે પણ ઓળખાય છે ત્યારે પક્ષી સારવાર કેન્દ્ર બનતા નવી ઓળખ અને પોરબંદર કે જે ગુજરાત જ નહીં પરંતુ આપણા દેશ ભારતની યશ કલગીમાં એક વધુ મોરપીંછ ઉમેરાશે આ બાબતે ખાસ વિચારવા વિનંતી ભલે મોડો થાય પણ વ્યવસ્થિત પ્રોજેક્ટ અમલમાં આવે અને તેનુ સૂકાન રિલાયન્સ પરિવાર સંભાળે તેવી મારી લાગણી સહ અભ્યર્થના સાથે વિનંતી

લી .નિમેષ ગોંડલીયા
પત્રકાર પોરબંદર

(9033220164)

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!