ઇન્નરવ્હીલ ક્લબ અને રોટરી ક્લબ ઓફ પોરબંદર દ્વારા સ્ત્રીઓ માટે કેન્સર નિદાન કેમ્પનું આયોજન
હાલના સંજોગોમાંમાં સ્ત્રીઓમાં વધતા જતા વિવિધ કેન્સરના દર્દીઓનું ખાસ્સુ પ્રમાણ જોવા મળે છે.
આ કેન્સરને જાગૃતિ દ્વારા ગંભીર થતું અટકાવવું શક્ય છે, સ્ત્રીઓમાં મુખ્યત્વે ગર્ભાશયના મુખ,સ્તન કેન્સર અને ગર્ભાશયનું કેન્સરનું વધુ પ્રમાણમાં જોવા મળે છે.
કેન્સરના લક્ષણોને ધ્યાનમાં આવતાં જરૂરી તપાસ થાય તો ગંભીર થતો અટકે છે અને સારવારથી અટકાવવો શક્ય છે.
આ કેન્સરની જાગૃતિ માટે તેમજ નિદાન કેમ્પનું આયોજન તા. ૭/૫/૨૩ રવિવારના રોજ આશા હોસ્પિટલ ખાતે કરવામાં આવેલું છે.
સમય સવારે ૯.૩૦ થી ૧.૩૦ સુધી.
વધુ માહિતી તેમજ રજીસ્ટ્રેશન માટે મીનાબેન મજીઠીયા ૯૪૨૮૪૪૦૯૨૮ અને વિજયભાઈ મજીઠીયા ૯૮૯૮૧૦૩૨૩૧ માં સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.
પેપ સ્મિયર ટેસ્ટ : આ તપાસ દ્વારા ભવિષ્યમાં ગર્ભાશયના મુખનું કેન્સર થવાની શક્યતા જાણી શકાય છે.
આ તપાસ આશા હોસ્પિટલના સ્ત્રીરોગ નિષ્ણાંત ડો. આશિષ કુછડીયા દ્વારા કરવામાં આવશે.
સ્તનની પ્રાથમિક તપાસ GCRI અમદાવાદ ખાતે તાલીમ લીધેલ ડો. ભુમિકાબેન ખરા
(મેડીકલ ઓફીસર-ભાવસિંહજી જનરલ હોસ્પિટલ, પોરબંદર) દ્વારા કરી આપવામાં આવશે ઉપરાંત જરૂર જણાય તેમને કુંડારીયા કેન્સર પ્રિવેન્શન ફાઉન્ડેશન-રાજકોટ દ્વારા મેમોગ્રાફી તપાસની વ્યવસ્થા કરી આપવામાં આવશે.