ભારત વિકાસ પરિષદ સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંત દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં પોરબંદર શાખાની ટીમ વિજેતા થતા અભિનંદન વર્ષા
ભારત વિકાસ પરિષદ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે ત્યારે રમત ગમત ક્ષેત્ર પણ ભારત વિકાસ પરિષદ આગળ પડતું રહ્યું છે ભારત વિકાસ પરિષદ સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંત દ્વારા વિભાગીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન ધોરાજી ખાતે કરવામાં આવ્યું હતું જેમાં પોરબંદર સહિત ધોરાજી જુનાગઢ કેશોદ સોમનાથ જેતપુર ઉપલેટા જામકંડોળા મળી કુલ 8 ટીમે ભાગ લીધો હતો પોરબંદર ની ટીમ નો સૌપ્રથમ કેશોદ ટીમ સાથે મેચ થયો હતો જેમાં પોરબંદરની ટીમ વિજેતા બની હતી ત્યારબાદ પ્રથમ સેમિફાઇનલ સોમનાથ અને પોરબંદર ટીમ સાથે રમાયો હતો જેમાં પણ પોરબંદર ની ટીમ વિજેતા બની હતી અને મેચની ફાઇનલમાં પોરબંદર ભારત વિકાસ પરિષદની ટીમ જુનાગઢ ટીમ ને હરાવી વિજેતા બની હતી ભારત વિકાસ પરિષદ પોરબંદર ની ક્રિકેટ ટીમના કેપ્ટન દીપેનભાઈ પાનખણીયા અને સહ કેપ્ટન રણજીતભાઈ મોઢવાડિયા સહિતના તમામ ખેલાડીઓ ને ભારત વિકાસ પરિષદ દ્વારા ટ્રોફી થી નવાજવામાં આવ્યા હતા અને તમામ ભારત વિકાસ પરિષદના સભ્યો દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. આ ક્રિકેટ મેચમાં બેસ્ટ બોલર અને મેન ઓફ ધ મેચ તરીકે અમિતભાઈ કોરિયા પસંદ થયા હતા ત્યારે બેસ્ટ અમ્પાયર તરીકે રણજીત મોઢવાડિયા અને બેસ્ટ કેચ કેતનભાઇ હિંડોચા તથા બેસ્ટ બેસ્ટમેન અને બેસ્ટ મેચ માટે મેન ઓફ ધ મેચ દીપેનભાઈ પાનખાણીયા બન્યા હતા કેશોદ શાખા તરફથી ચેમ્પિયન ટીમને મોમેન્ટો પણ આપવામાં આવ્યું હતું….પોરબંદર શાખા પ્રમુખ કમલેશભાઈ ખોખરી અને મંત્રી નિધિ શાહ ની ખાસ ઉપસ્થિતીતી રહી હતી…