કસ્તુરબા મહિલા મંડળ પોરબંદર દ્વારા ત્રણ દીકરીઓના સમૂહ લગ્નનું સુંદર આયોજન સંપન્ન
નોખો અનોખો સુયોગ સંગમ
પૂજ્ય કસ્તુરબા ના 80 માં નિર્વાણ દિન નિમિત્તે કસ્તુરબા મહિલા ફાઉન્ડેશન અને કસ્તુરબા મહિલા મંડળ દ્વારા એક સુંદર સેવા કાર્ય જેમાં આર્ય સમાજ પોરબંદર ખાતે ત્રણ દીકરીઓના સમૂહ લગ્નનું સુંદર આયોજન સંપન્ન થયું. અત્યાર સુધીમાં ઘણી સામાજિક સંસ્થાઓ સુંદર રીતે સમૂહ લગ્ન કરે છે પરંતુ આ સમૂહ લગ્નની વિશેષતા એ હતી કે સંપૂર્ણ ખર્ચ મહિલા મંડળના સભ્ય બહેનો અને મુખ્ય મનોરથી એવા સમગ્ર ટ્રસ્ટીગણ દ્વારા જ કરવામાં આવેલ. જેમાં પૂર્વ સંધ્યાએ મહેંદી અને સાંજી તેમજ ગરબાનું આયોજન પંકજભાઈ મજેઠીયા ના સહયોગથી સંપન્ન થયું. બહેનોને આઈસ્ક્રીમ પાર્ટી અને સુંદર લ્હાણી ભેટ આપવામાં આવેલ. બીજે દિવસે આર્ય સમાજ ખાતે આયોજિત લગ્નમાં દીકરીઓને સોના ચાંદીના ઘરેણા કબાટ પલંગ સહિત અઢળક કરિયાવર આપવામાં આવ્યો. સાથે સુંદર શાસ્ત્રોકત વૈદિક પદ્ધતિથી લગ્ન વિધિ સંપન્ન થઈ. જેમાં પૂજ્ય સ્વામી શ્રી દયાનંદ સરસ્વતીજીની 200 મી જન્મ જયંતિ ની અભૂતપૂર્વ ઉજવણી ઉત્સવ નિમિત્તે સભા ગૃહ ખુરશીઓ તેમજ લગ્નવિધિ ની તમામ સામગ્રી અને ગોર મહારાજ ની તમામ વ્યવસ્થા આર્ય સમાજ ટ્રસ્ટીગણ અને પ્રમુખ ધનજીભાઈ મોતી વરસ દ્વારા કરવામાં આવેલ.
જરૂરત મંદ દીકરીઓના સુખી સંસારને સુભાષિશ પાઠવવા શ્રી ડો ચેતનાબેન તિવારી નગરપાલિકા પ્રમુખશ્રી,આર્ય સમાજ પ્રમુખ શ્રી ધનજીભાઈ મોતીવરસ, ડીસ્ટ્રીકટ ચેમ્બર પૂર્વ પ્રમુખશ્રી અનિલભાઈ કારીયા કૃષ્ણ સુદામા ગ્રુપના પ્રમુખ રમેશભાઈ દવે, લાયન ડિસ્ટ્રીક ગવર્નર શ્રીમતી હિરલબા જાડેજા, શ્રીમતી સુધાબેન દતાણી આર્ય કન્યા ગુરુકુળના પૂર્વાચાર્ય સુશ્રી પુષ્પાબેન જોશી,શ્રી પ્રિતીબેન જોશી, શ્રી દુર્ગાબેન લાદીવાલા, મધુબેન કારીયા,રિધ્ધીબેન મોરજરીયા, યુકે નિવાસી શ્રી નરેનભાઈ હાથી, શ્રીમતી ચંદ્રિકાબેન હાથી, અને વિશાળ સંખ્યામાં સુંદર વસ્ત્ર આભૂષણોમાં સજીધજીને શહેરની સન્નારીઓ સહિત કસ્તુરબા મહિલા મંડળના સભ્યો અને મોટી સંખ્યામાં જાનૈયાઓ ઉપસ્થિત રહેલ. બધા જ મહેમાનોને શરબત, સ્વાદિષ્ટ ગરમાગરમ નાસ્તો અને ચ્હા થી આગતા સ્વાગતા કરવામાં આવેલ. જેનો સંપૂર્ણ સહયોગ શહેર શ્રેષ્ઠી અને આદરણીય શ્રી પદુભાઈ રાયચુરા અને ટ્રસ્ટી શ્રીમતી હર્ષાબેન રાયચુરા તરફથી હતા.
વહાલી દીકરીઓને મુખ્ય મનોરથી પ્રમુખશ્રી નીતાબેન વોરા અને ટ્રસ્ટી ડો સુરેખાબેન શાહ દ્વારા સોના ચાંદીના ઘરેણા ગોદરેજ કબાટ અને ટ્રસ્ટી સુશ્રી શાંતાબેન ઓડેદરા તેમજ જ્યોતિબેન બોખીરીયા તરફથી પણ કરિયાવરમાં ઉત્તમ આર્થિક સહયોગ પ્રાપ્ત થયેલ. કસ્તુરબા મહિલા મંડળ ના કારોબારી સભ્યો શ્રી મીનાબેન શિંગાળા,શ્રી ઇલાબેન ઠક્કર, શ્રી પન્નાબેન મદલાણી, શ્રીકિરણબેન કક્કડ, શ્રી યામિનીબેન ધામેચા, શ્રીરશ્મિબેનચૌહાણ, ઉષાબેન કક્કડ ,અને મીનાબેન દાસાણીના આર્થિક સહયોગ અને માર્ગદર્શનથી કાર્યક્રમ સુંદર અને સફળ રીતે સંપન્ન થયેલ .
શહેરના પ્રસિદ્ધ તબીબ અને લાખો રૂપિયાના અનુદાન કરનાર ડો.સુરેખાબેન શાહે લગ્ન પ્રસંગના આયોજનની શરૂઆતથી અંત સુધી સાથે રહી માર્ગદર્શન આપ્યું.આર્થિક સહયોગ આપ્યો. એમના પ્રવચન માં કસ્તુરબા ફાઉન્ડેશનની સ્થાપના થી માંડીને અત્યાર સુધીના 25 વર્ષ ની સેવાકીય પ્રવૃત્તિઓ થઈ છે તે તમામની સુંદર જાણકારી ઉપસ્થિત સૌ ને આપી. આવું નોખું અનોખું આયોજન પ્રતિવર્ષ થઈ શકે પૂજ્ય કસ્તુરબા ના પગલે પગલે ન ચાલી શકે તો પણ એમની ચિંધેલા રાહ પર ચાલીને સમાજ ઉપયોગી કાર્યોમાં સૌને મદદરૂપ થઈએ એ માટે પોતાનો હૃદયના ભાવ પ્રગટ કર્યો.
આ શુભ પ્રસંગે નવદંપતીને પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી વસંત રાયજી મહારાજ શ્રી ના આશીર્વાદ સાથે આશિષ પત્રિકા પ્રાપ્ત થયેલ. તેમજ પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી જય વલ્લભ લાલન બાવાના આશીર્વાદરૂપે સુંદર ઉપરણાઓ તેમજ પ્રસાદી ભેટ પ્રાપ્ત થયેલ.પૂજ્ય જેજે નેદંડવત પ્રણામ અને પત્રિકા વાંચનસાથે જ આભાર નો ભાર ઉતારતા નીતાબેન વોરાએ એમની લાક્ષણિક અદામાં સુંદર પંક્તિઓ કહી કે
*નજર* કરે ત્યાં નારાયણને*
હાથ *ધરે* ત્યાં હરી
પગ *મૂકે* ત્યાં *પુરુષોત્તમ*
*દીકરી* એ *ઘરમાં* તું ઠરી …
અત્યાર સુધીમાં 27 દીકરીઓને પરણાવવાનો લાભ પિતા પરમેશ્વરની કૃપાથી પ્રાપ્ત થયેલ છે. અને પ્રયત્ન એવા રહ્યા હોય છે કે દીકરીનું સન્માન થાય, એને શિક્ષિત કરીએ. બેટી બચાવો બેટી વધાવો ના સરકાર શ્રીના પ્રયત્નોમાં આપણા આવા સમાજ ઉપયોગી કાર્યોથી આપણે પણ યોગપ્રદાન આપી શકીએ .તેથી ઉત્તમ બીજું કોઈ જ સેવા કાર્ય ન હોઈ શકે અને એટલા માટે જ આજના પ્રસંગની શુભ કંકોત્રીમાં પણ કવર ઉપર બેટી બચાવો બેટી વધાવો નો લોગો પૂજ્ય કસ્તુરબા ના ફોટા સાથે કરવામાં આવેલ છે. આ સાથે તેમણે નામી અનામી તમામ દાતાઓ,સ્વજનો, કસ્તુરબા મહિલા મંડળ પરિવારના સભ્યો, અને ટ્રસ્ટીગણ તેમજ પત્રકાર મિત્રોનો પણ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરેલ..
આ સાથે પૂજ્ય કસ્તુરબા ના નિર્વાણદિન નિમિત્તે કસ્તુરબા ના ઘરે જઈ મહિલા મંડળ ના શ્રીભારતીબેનઅને સૌ બેનો એ પૂજ્ય બાને પુષ્પાંજલિ અર્પણ કરી, અને ગાંધીજીના પ્રિય ભજન સાથે સત્સંગ કર્યો. આમ આ રીતે કસ્તુરબા ના નિર્વાણદિન પર સેવા કાર્યનો એક શુભમ સંયોગ સંપન્ન થયેલ .