પોરબંદરના યુવાનોની અન્ય જિલ્લામાં પ્રભારી અને સહપ્રભારી તરીકે નિમણૂક, ગુજરાત પ્રદેશ NSUI મહામંત્રી કિશન રાઠોડની જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં પ્રભારી તરીકે નિમણૂક થઇ
પોરબંદરના યુવાનોની અન્ય જિલ્લામાં પ્રભારી અને સહપ્રભારી તરીકે નિમણૂક, ગુજરાત પ્રદેશ NSUI મહામંત્રી કિશન રાઠોડની જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં પ્રભારી તરીકે નિમણૂક થઇ કિશન રાઠોડ વર્ષ ૨૦૧૩ થી વિધાર્થી કાળથી કોંગ્રેસની વિચારધારાથી પ્રેરાય ને કોંગ્રેસ પક્ષની વિધાર્થી પાંખ એન.એસ.યુ.આઈ મા જિલ્લા પ્રમુખ તરીકે જોડાઇને સક્રિય ભુમિકા અદા કરી હતી,ત્યારથી અત્યાર સુધી સતત વિધાર્થીઓના પ્રશ્ને લડત આપી પોરબંદર અને સૌરાષ્ટ્રના શિક્ષણ જગતમાં હંમેશા સક્રિય રહ્યા છે, સામાન્ય પરિવારમાંથી આવતા હોવા છતા અસામાન્ય પ્રવૃત્તિઓ કરીને છેવાડાના છાત્રોને અનેક લાભો અપાવ્યા છે.. એટલું જ નહિ પરંતુ પોરબંદરમા એન.એસ.યુ.આઇમા એક દાયકા થી જિલ્લા પ્રમુખ તરીકે વિધાર્થીઓના નાના- નાના પ્રશ્નોમા પણ ખૂબ જ જાગૃતિ દાખવીને હકારાત્મક પરિણામ લાવવા માટે રાજનીતિમાં સક્રિય ભુમિકા ભજવી છે થોડા સમય પહેલા જ તેમની ગુજરાત પ્રદેશ NSUI માં મહામંત્રી તરીકે પસંદગી કરાઇ હતી આજે તેમની કુશળતા અને કામગીરી જોઇને અન્ય જિલ્લામા સંગઠન વધુ મજબૂત કરવા માટે જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લા NSUI ના પ્રભારી તરીકે મુકવામા આવ્યા છે. તેમની સાથે જિલ્લા NSUI ના ઉપપ્રમુખ અને કોંગ્રેસ પક્ષની વિચારધારાને સમર્પિત યુવાન ઉમેશરાજ બારૈયાને પણ ગીર સોમનાથ જિલ્લામાં સહપ્રભારી તરીકે મુકવામા આવ્યા છે.. પોરબંદર NSUI ના બન્ને યુવાનોને વધુ કાર્યભાર મળતા પોરબંદર વિધાનસભાના ધારાસભ્ય અર્જૂનભાઇ મોઢવાડિયા તેમજ કોંગ્રેસ પક્ષના આગેવાનો દ્વારા તેમને શુભેચ્છાઓ પાઠવવામા આવી હતી..
Big big congretuletion both of you my senior leader. God going, keep it up.💎