રાજકોટ ડિવિઝનમાં ડબલ ટ્રેકના કામને કારણે
17 જાન્યુઆરી સુધી રેલ ટ્રાફિકને અસર થશે


રાજકોટ ડિવિઝનના સુરેન્દ્રનગર-રાજકોટ સેક્શનમાં આવેલા વગડીયા-થાન-લાખામાંચી-દલડીમાં ડબલ ટ્રેકના કામ માટે લેવાયેલ બ્લોકને હવે વધુ એક દિવસ લંબાવવામાં આવ્યો છે જેના કારણે 17 જાન્યુઆરી, 2023 સુધી રેલ ટ્રાફિકને અસર થશે. ભાવનગર ડિવિઝનના સિનિયર ડીસીએમ શ્રી માશૂક અહમદના જણાવ્યા મુજબ, અસરગ્રસ્ત ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:

આંશિક રીતે રદ કરાયેલી ટ્રેનો:
• ટ્રેન નંબર 19209 ભાવનગર-ઓખા એક્સપ્રેસને 15.01.2023 ના રોજ ભાવનગરથી સુરેન્દ્રનગર સુધી દોડશે. આમ આ ટ્રેન હવે વધુ એક દિવસ માટે સુરેન્દ્રનગર-ઓખા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
• ટ્રેન નંબર 19210 ઓખા-ભાવનગર એક્સપ્રેસને 16.01.2023 ના રોજ સુરેન્દ્રનગરથી ભાવનગર સુધી દોડશ. આમ આ ટ્રેન હવે વધુ એક દિવસ માટે ઓખા-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
• ટ્રેન નંબર 19119 અમદાવાદ-વેરાવળ ઇન્ટરસિટી એક્સપ્રેસને 16.01.2023ના રોજ અમદાવાદથી સુરેન્દ્રનગર સુધી દોડશે. આમ આ ટ્રેન હવે વધુ એક દિવસ માટે સુરેન્દ્રનગર-વેરાવળ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
• ટ્રેન નંબર 19120 વેરાવળ-અમદાવાદ ઇન્ટરસિટી એક્સપ્રેસને 16.01.2023 ના રોજ સુરેન્દ્રનગરથી અમદાવાદ સુધી દોડશે. આમ આ ટ્રેન હવે વધુ એક દિવસ માટે વેરાવળ-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
રેલવે તંત્ર મુસાફરોને વિનંતી કરે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેનોની સંચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.

માશૂક અહમદ
વરિષ્ઠ મંડલ વાણિજ્ય પ્રબંધક
પશ્ચિમ રેલવે‚ ભાવનગર મંડલ

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!