Watch “પોરબંદર જિલ્લા રમત ગમત અધિકારી નો મારામારી નો વિડિઓ વાઇરલ જુઓ વિગત” on YouTube
પોરબંદર જિલ્લા રમત ગમત અધિકારીનો મારામારી નો વિડિઓ વાઇરલ: સામસામે ફરિયાદ નોંધાઇ
રિપોર્ટર નિમેષ ગોંડલિયા
પોરબંદરમાં જિલ્લા રમત ગમત અધિકારી કચેરીમાં જિલ્લા રમત ગમત અધિકારી એક મહિલા સાથે ઉગ્ર બોલાચાલી કરતા હોય અને મારામારી કરતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે આ બાબતે સામસામે ફરિયાદ નોંધાઇ છે.
પોરબંદર માં ચોપાટી પર આવેલ ગાંધી સ્મૃતિ ભવનમાં જિલ્લા રમતગમત અધિકારી કચેરી છે જ્યાં ગઈકાલે તારીખ 21 જૂન 2023 ના રોજ સાંજે ચાર કલાકે મનીષાબેન કાનજીભાઈ મંગેરા નામની મહિલા અન્ય બે વ્યક્તિઓ સાથે જિલ્લા રમત-ગમત અધિકારી પ્રવિણાબેન પાંડાવદરા ને મળવા ગયા હતા જેમાં મનીષાબેન દ્વારા એક મહિના પહેલા કરેલ rti ની માહિતી માંગવામાં આવી હતી તે દરમિયાન બંને વચ્ચે બોલાચાલી થતા મારામારીના દ્રશ્યો સર્જાયા હતા અને તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જ્યારે જિલ્લા રમત ગમત અધિકારી પ્રવિણાબેન પાંડાવદરા એ કમલાબગ પોલીસ સ્ટેશનમાં મનિષાબેન મંગેરા ,બીપીનભાઈ ધવલ તથા અન્ય એક અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ કરી છે અને મનીષાબેને પણ પ્રવીણાબેન પંડાવદરા સામે ફરિયાદ નોંધાવી છે.
પોરબંદર ચોપાટી ખાતે આવેલ ગાડી સ્મૃતિ ભવન માં જિલ્લા રમત ગમત અધિકારી કચેરી ના અધિકારી પ્રવિણાબેન પાંડાવદરા ને મળવા ગઈકાલે તારીખ 21 જૂન 2023 ના રોજ મનીષાબેન મંગેરા તથા તેની સાથે રહેલ બીપીનભાઈ અને અન્ય એક શખ્સ એક મહિના પહેલા કરેલ rti ની માહિતી માંગવા ગયા હતા. તે સમયે પ્રવિણાબેન ને ઉગ્ર બોલાચાલી કરી ઝાપટ મારી હતી તેમ મનીષાબેને જણાવ્યું હતું આ ઉપરાંત મનીષાબેને જણાવ્યું હતું કે એક વર્ષ પહેલાં બાબાસાહેબ આંબેડકર ની જયંતિ નિમિત્તે એક જાહેર કાર્યક્રમ યોજાયો હતો જેમાં 12 એપ્રિલ 2022 ના રોજ આ કાર્યક્રમ યોજાયો હતો અને અધિકારીઓ દ્વારા કાગળ પર 14 એપ્રિલ 2022 દર્શાવી 20,000 રૂપિયાની ઉચાપાત થઈ હોવાનું જણાતા આ બાબતે આરટીઆઇ કરવામાં આવી હતી. જેનો જવાબ અને માહિતી માટે તેઓ જિલ્લા રમત ગમત અધિકારી પાસે ગયા હતા.
જ્યારે આ સમગ્ર બાબતે જિલ્લા રમત ગમત અધિકારી મનિષાબેન પાંડાવદર એ જણાવ્યું હતું કે ગઈકાલે મનીષાબેન તથા તેની સાથે રહેલ બંને વ્યક્તિ જિલ્લા રમતગમત અધિકારીની કચેરી આવ્યા હતા અને માહિતી માંગી હતી પરંતુ મેં જણાવ્યું હતું કે આરટીઆઇ નો જવાબ આપેલ છે જેનાથી તમે સંતુષ્ટ ન હોય તો આગળ અપીલ માં જઈ શકો છો પરંતુ તેઓ એ ઉગ્ર રજૂઆત કરી અને ગાળા ગળી કરી અને મારામારી પણ કરી મેં બચાવ કર્યો ત્યારે તેઓએ વિડીયો શુટ કરી વાયરલ કર્યો છે હાલ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં તેઓએ મનિષાબેન મંગેરા તથા બીપીનભાઈ ધવલ તથા એક અન્ય શખ્સ વિરુદ્ધ ફરજમાં રૂકાવટ અંગેની ફરિયાદ નોંધાવી છે .પોલીસે આ બાબતે વધુ તપાસ હાથ ધરી છે