પોરબંદર જિલ્લામાં આવેલા ઓડદર ગામ ખાતે ગોરખનાથ મંદિર

પોરબંદર: જિલ્લામાં આવેલા ઓડદર ગામ ખાતે ગોરખનાથ મંદિર આવેલું છે. આ મંદિર અતિપ્રાચીન મંદિર છે. જ્યાં ગોરખનાથની પ્રાચીન પ્રતિમા આવેલી છે. આ ગોરખનાથ અથવા ગોરક્ષનાથ 11મીથી 12મી સદીમાં થઈ ગયેલા હિન્દુ નાથ યોગી હતા. તેઓ મત્સ્યેન્દ્રનાથના પટ્ટ શિષ્ય હતા. તેમની આધ્યાત્મિક વંશાવલી વિશે ઘણી માન્યતાઓ પ્રચલિત છે. જેમાં તેઓ મત્સ્યેન્દ્રનાથના બે મહત્વના પંથમાં એક શૈવ પંથ સાથે સંકળાયેલા હતા, જ્યારે બીજો પંથ ચૌરંગી છે.

ગોરખનાથના સમયમાં નાથ સંપ્રદાયનો ખૂબ જ વિકાસ થયેલો છે. ભારતની ઘણી ગુફાઓ ઘણા મંદિરો તેમના નામે છે, જ્યાં કહેવાય છે કે ગોરખનાથ ધ્યાન સાધના કરતા હતા. ત્યારે ભગવાન નિત્યાનંદના કહેવા પ્રમાણે ગણેશપુરી મહારાષ્ટ્રથી એક કિમી દૂર આવેલા વજેશ્વરી મંદિર પાસેનું નાથ મંદિર ગોરખનાથનું સમાધિ સ્થળ છે. આ ગોરખનાથ મંદિરે ગોરખનાથે કલ્પવૃક્ષની નીચે વર્ષો પહેલા તપસ્યા કરી હતી.મોક્ષ મેળવવા અને ગુણ ગ્રહણ કરવા માટે ગુરુ જરૂરી છે ,ગોરખનાથ આશ્રમના મહંત છોટુનાથ બાપુના જણાવ્યા અનુસાર વર્ષો પહેલા ગોરખનાથે અહીં આવેલા કલ્પવૃક્ષ નીચે તપસ્યા કરી હતી. જે ઓડેદરા પરિવારનું ગુરુ સ્થાન છે. જેના અનેક ભક્તો અહીં દર્શનાર્થે આવે છે. દત્તાત્રેય ભગવાનના ચોવીસ ગુરુ કર્યા હતા અને દરેક પાસેથી ગુણ ગ્રહણ કર્યો હતો. ગુણ ગ્રહણ કરવા માટે અને મોક્ષ મેળવવા માટે ગુરુ કરવામાં આવે છે. સંતો અને ભક્તોની આ પ્રણાલિકા વર્ષોથી ચાલી આવે છે, તો દર વર્ષે ગુરુ પૂર્ણિમાના દિવસે ઓડદર ગામમાં આવેલા આ ગોરખનાથ મંદિરે મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવે છે અને મહાપ્રસાદ મેળવે છે. શાસ્ત્રોમાં તેનું નામ કલ્પવૃક્ષ છે, આ જ પ્રકારનું વૃક્ષ રાજસ્થાનમાં પણ આવેલું છે જ્યાં સરકાર દ્વારા આ વૃક્ષને ખાસ પ્રોટેક્શન આપવામાં આવેલું છે.આદિનાથ અને મત્સ્યેન્દ્રનાથ તેમના પૂર્વના ગુરુઓ મનાય છે. એક વિચાર આદિનાથ અને તેમની વચ્ચે પાંચ અને અન્ય છ ગુરુઓની પરંપરામાં માને છે. પરંતુ હાલના પ્રચલિત વિચાર પ્રમાણે આદિનાથની ઓળખ ભગવાન શિવ તરીકે અને તેમને સીધા મત્સ્યેન્દ્રનાથના ગુરુ તથા મત્સ્યેન્દ્રનાથને ગોરખનાથના ગુરુ તરીકે મનાય છે.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!