શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર, પોરબંદર ના વિશાળ સભા ખંડ માં શ્રી ભક્ત ચિંતામણિ ગ્રંથ રાજ ની સંગીત મય લાઈવ કથા નું આયોજન
શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર પોરબંદર માં અવારનવાર અનેક ઉત્સવ, સમૈયા અને મહોત્સવ નું આયોજન સૌ હરિભક્તો નાં પૂર્ણ સાથ -સહકાર થી થતું રહે છે. વડતાલ ધામ પિઠા ધિ પતિ પ. પૂ. ધ. ધૂ.1008 આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી ની આસિમ કૃપાથી અને સંપ્રદાય નાં પૂજ્ય વડીલ સંતો -મહંતો નાં રૂડાં આશીર્વાદ થી તા.31/01/2023મંગળ વારે રાત્રે 8/30વાગ્યે ગ્રંથ રાજ ભક્ત ચિંતામણિ ની 933મી સંગીત મય લાઈવ સત્સંગ સભા નું ભવ્ય આયોજન ત્રીજી વખત થયું છે.
આપણાં સંપ્રદાય નાં મુર્ધ ન્ય સંત,વિશ્વ વિખ્યાત શ્રી ગાદી સ્થાન જેતપુર ધામ નાં મહંત, શ્રી સ્વામિનારાયણ મંદિર, ક્લાકુંજ, સુરત, તથા શ્રી સ્વામિનારાયણ મહા મંત્ર ધામ, ફરેણી નાં સ્વપ્ન દ્રુષ્ટ્રા પરમ વંદનીય,પ. પૂ. સદગુરુ શાસ્ત્રી સ્વામિ શ્રી નિલકંઠ ચરણ દાસ જી (શ્રી ગુરુજી )વ્યાસા સને બિરાજી સુમધુર ગીત સંગીત નાં સથવારે લાક્ષણિક અને ભાવવાહી શૈલી માં કથા મૃત નું રસપાન કરાવશે. કથા સત્સંગ સભા માં અન્ય પૂજ્ય વડીલ સંતો, મહંતો અને પાર્ષદો નાં દર્શન સુખ નો લાભ મળશે.
સમગ્ર લાઈવ સત્સંગ સભા નાં તથા રાત્રી મહાપ્રસાદ નાં યજમાન શેઠ શ્રી ધીરેનભાઈ. અનંત રાય. કામદાર પરિવાર. હ. મયંકભાઇ કામદાર તથા અ. નિ. રમેશભાઈ લાધા રામ ભાઇ જોષી પરિવાર. હ. પ્રશાંત ભાઇ ભગાનજી ભાઇ જોષી પરિવાર જનો રહેશે.
સર્વ ધર્મ પ્રેમી હરિ ભક્ત ભાઇ બહેનો ને કથા મૃત તથા રાત્રી મહા પ્રસાદ નો લાભ લેવા હાર્દિક નિમંત્રણ પાઠવવા માં આવે છે.
લિ. શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર, પોરબંદર.
જય સ્વામિનારાયણ