પોરબંદરમાં નવનિર્માણ થતા પેવેલિયનનું “મહારાણા નટવસિંહજી જેઠવા” નામકરણ કરવા માંગ

પોરબંદરના અંતિમ રાજવી તેવા મહારાણા નટવરસિંહજી ભાવસિંહજી જેઠવા જેઓ ભારતની પ્રથમ ટેસ્ટ ક્રિકેટ જે 1932માં ઇંગ્લેન્ડ ખાતે યોજાઈ હતી તેના કેપ્ટાન રહ્યા હતા. આજે જયારે ભારતીય ક્રિકેટ ટિમ વિશ્વ ફલક પર આગવી ઓળખ ધરાવે છે ત્યારે તેમાં પોરબંદરના મહારાણા નટવરસિંહજીનો ખુભજ મોટો ફાળો રહયો છે.

ચોપટી પર બાપુને જોઈ અને બાપુના પગલે નવ યુવાનો જયારે ક્રિકેટની રમતને શીખતાં અને રમતા ત્યારે મહારાણા નટવરસિંહજી જ્યારે પોતાની ગાડીમાં નીકળતા હોઈ તો ગાડી કોઈ વ્યક્તિને અડચણ સ્વરૂપ ન બને તેમ પાર્ક કરીને નવ યુવાનો અને બાળકોને કેવી રીતે ક્રિકેટ રમવું તે શીખવતા કોઈ પાસે દડો કે બેટ ન હોઈ તો તેમને પોતાના રાજમહેલ ખાતે બોલાવી ભેટ સ્વરૂપે દડો અને બેટ આપતા હતા બાપુ સાથે ક્રિકેટ રમ્યાના ઘણા કિસ્સા આજે પણ આપણે પોરબંદરના વડીલો પાસે થી સાંભળીયે છીએ. રાજમહેલમાં પણ બધા અધીકારી અને મિત્રો સાથે ક્રિકેટ રમતા પોતાની અંગત પ્રેક્ટિસ માટે તેમને રાજમહેલની બહારની બાજુ દરિયાકાંઠે ક્રિકેટ પીચનું નિર્માણ કરાવ્યું હતું જે આજે પણ તેના અવશેષ રાજમહેલની ચોપાટી માં જોવા મળે છે.
પોરબંદરની તેમની પ્રિય પ્રજા ક્રિકેટ પ્રત્યે ખરું શિક્ષણ અને તે વિષયમાં પ્રસિદ્ધિઓ પ્રાપ્ત કરી શકે તે માટે મહારાણા દ્વારા વિશાળ મેદાન અને ક્રિકેટ શાળાનું ઈ.સ ૧૯૪૭ની ૨૨મી જાન્યુઆરીના તેનું ખાતમહૂર્ત એક વિદ્યાર્થીના હસ્તે કરવામાં આવ્યું હતું અને ઈ.સ ૧૯૪૭ની ૭મી જૂન ના દિવસે ક્રિકેટ સ્કૂલનું ઉદ્ધઘાટન કરવામાં આવ્યું અને વિશ્વ વિખ્યાત ક્રિકેટર “શ્રી દુલીપસિંહજીનું” નામ આ શાળા સાથે જોડવામાં આવ્યું અને તે સમયે વિદ્યાર્થીઓ તેમજ ક્રિકેટરો માટે પેવેલિયન બનાવવામાં આવ્યું જેને તે સમયના બીજા વિખ્યાત ક્રિકેટર વિજય મર્ચન્ટના નામથી “વિજયમર્ચન્ટ પેવેલિયન” નામ આપવમાં આવ્યું અને તે સમય જતા ” દુલીપ સ્કૂલ ઓફ ક્રિકેટ ” તરીકે સૌરાષ્ટ્રની એક માત્ર ક્રિકેટ શાળા તરીકે ઓળખાવા લાગી.

પોરબંદરના અંતિમ રાજવીએ પોતાના કાર્યકાળ દરમ્યાન ક્યાંય પોતનું નામ કે પૂતળું મુકાવ્યું નથી. પોરબંદરના આ દીર્ઘદ્રસ્ટા અને પ્રજાવત્સલ રાજવીને નવનિર્માણ થવા જઇ રહેલ પેવેલિયનના સમયપર ભુલી ગયા હોઈ અને કૃતઘ્ન બન્યા હોઈ તેવું લાગી રહ્યું છે ત્યારે આ નવનિર્માણ થતા પેવેલિયનનું “મહારાણા નટવસિંહજી જેઠવા” નામકરણ કરી કૃતજ્ઞતા વ્યક્ત કરવી જોઈએ. તે માટે પોરબંદરની ઐતિહાસિક વારસાના જતન અને સંવર્ધન માટે કાર્યરત સંસ્થાના સ્થાપક પ્રમુખ નિશાંત જી બઢ અને સેક્રેટરી પૂજન કવા તેમજ પોરબંદર રાજપૂત સમાજના પ્રમુખ રાજભા જેઠવા અને સેક્રેટરી રાજદીપસિંહ જેઠવા દ્વારા પોરબંદરના સાંસદ, ધારાસભ્ય, કલેક્ટર, ભાજપ પ્રદેશ અધ્યક્ષ, ગૃહ મંત્રી અને સૌરાષ્ટ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખને આવેદન પાઠવવામાં આવ્યું છે.

Most deserved and befitting name.must be named Natvarsinhjee to honour D great Shri Rana Saheb.