પોરબંદરના તરુણને “યોગા વર્લ્ડ બુક યોગા વર્લ્ડ રેકોર્ડ”માં સ્થાન મળ્યું .

⭐ પોરબંદરમાં આવેલ ડિ’સ્ટાર ફિટનેસ સ્ટુડિયોના વિદ્યાર્થીએ યોગાસનમાં “યોગા વર્લ્ડ બુક યોગા વર્લ્ડ રેકોર્ડ” બનાવી ઇતિહાસ રચ્યો. રાજ ચેતનભાઇ દુબલ જે માત્ર 16 વર્ષની ઉંમરે કંદપિડાસનમાં 45 મિનિટ 25 સેકન્ડ બેસી નવો રેકોર્ડ બનાવ્યો છે. રાજ દુબલ એ અગાઉ “ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ” બનાવ્યો હતો જેમાં તેમણે 30 મિનીટ 57 સેકન્ડ સ્થિર બેસી રેકોર્ડ બનાવ્યો હતો . રાજ દુબલ એ ખુદનો જ રેકોર્ડ બ્રેક કરી પોરબંદર અને ગુજરાતનું નામ સમગ્ર વિશ્વમાં ગુંજાવ્યુ આવ્યું છે. આ તકે રાજ દુબલ એ પોરબંદરના તમામ વડીલો મહાનુભાવો અને ગ્રુપના મેમ્બરને સહકાર આપવા બદલ આભાર વ્યક્ત કર્યો છે.
⭐ આ બદલ ડિ’સ્ટાર ફિટનેસ સ્ટુડિયોના ઓવનર અને ફાઉન્ડર અલ્પેશ મકવાણા અને તેમનું ગ્રુપ ડી’સ્ટાર ફેમિલી એ રાજ દુબલને અભિનંદન પાઠવ્યા.
Please follow and like us:
CATEGORIES Porbandar
