વિશ્રામ દ્વારિકા મઠ ખાતે પોરબંદર ના ડિવાઈન ગ્રુપ દ્વારા સત્યનારાયણની કથા તથા સ્નેહમિલન યોજાયું
ગઈકાલે તારીખ 5/ 2/ 23 ને રવિવાર માઘ પૂર્ણિમા અને રવિ પુષ્ય નક્ષત્રમાં. ‘ ડિવાઇન ગ્રુપ’ દ્વારા ફેબ્રુઆરી નો પ્રોજેક્ટ ધર્મ ક્ષેત્રે શિંગડા મુકામે આવેલ વિશ્રામ દ્વારિકા શીંગડા મઠ પર પ્રભુ શ્રી સત્યનારાયણની કથા દ્વારા કરવામાં આવ્યો હતો …તેમજ શ્રી હરિ ના સાનિધ્ય માં સ્નેહમિલન નું આયોજન કર્યું હતું .
આ ધાર્મિક કાર્યમાં ડિવાઇન ગ્રુપના બધા જ સદસ્યો ભાવપૂર્વક જોડાયા હતા . કથા પૂર્ણ થયા પછી ચંદ્રમાની સાક્ષીએ ભક્તિ સંગીત રાસ ગરબા તેમજ આશરે 55 વ્યક્તિએ ભોજન પ્રસાદ. લીધેલ હતો. મહાપૂર્ણિમાના પાવન અવસરે ભક્તિ સંગીત નો અધ્યાત્મ માહોલ સર્જાયો હતો. આ કાર્યમાં સેવાભાવી સદસ્યોનું ખૂબ ખૂબ યોગદાન રહ્યું.આ કથા divine group ના બધાજ સદસ્યો વતી કરવામાં આવી હતી જેથી દરેક પુણ્યશાળી સભ્યો ને પણ કથા નું પુણ્ય પ્રાપ્ત થાય.
વિશ્રામ દ્વારિકા મઠના પદાધિકારી શ્રી ગુરુજી તેમજ મહેશ સ્વામીજી એવમ સર્વેશ્વરજી નો પૂર્ણ સહકાર અને આશીર્વાદ ડિવાઇન ગ્રુપ પર વરસ્યા હતા. સાધુ-સંતોના પરમાર્થી સેવાભાવી વ્યક્તિત્વ નો અમને કાલે પરિચય થયો. અદ્ભુત કાર્ય તેમજ અનહદ આનંદ થી અભિભૂત થયા પછી પ્રભુશ્રી હરિ ના ચરણો મા વંદન…કરી…પરત પોરબંદર પહોંચ્યા .તેમ ડીવાઇન ગ્રૂપ ના નિવેદિતા બેન જોશી એ જણાવ્યું હતું.