પોરબંદરમાં સીધેશ્વર મહાદેવ મંદિર ખાતે ભવ્ય લોક ડાયરામાં કલાકારો એ સૌને ડોલાવ્યા
સંગીત ને શબ્દો કે સરહદના સીમાડા નડતા નથી તે અકાકાર થવાની સાધના છે:વક્તાઓ
પોરબંદર : ગુજરાત રાજ્ય સંગીત – નાટક અકાદમી ગાંધીનગરના ઉપક્રમે અને લોક સાહિત્ય સેવા સમિતિ દ્વવારા પોરબંદર ખાતે ભવ્ય લોક ડાયરા નું આયોજન કરવામાં આવેલ હતું.
પોરબંદર ના બિરલા રોડ જી. ઈ બી કોલોની ગે ઈટ સામે આવેલ હાઉશીંગ બોર્ડ કોલોની ખાતે તાજેતરમાં શ્રી સિધેશ્વર મહા દેવ મંદિર ના કમ્પાઉન્ડ ખાતે ભવ્ય લોક ડાયરા નું આયોજન કરવા માં આવેલ હતું
પ્રારંભ માં સિધેશ્વર મહાદે વ મંદિર ટ્રષ્ટ ના પ્રમુખ શ્રી જગદીશભાઈ પટેલે આ મંદિર ના પરિસર માં આધાત્મિક, સાહિતિયિક, સામાજિક, શૈક્ષણિક અને સેવાકીય યુવામંડળ અને સતસન્ગ મહિલામંડળ દ્વારા સતત પ્રવૃર્તિ ઓ થાય છે ત્યારે ગૂજરાત રાજ્ય સંગીત – નાટકઅકાદમી ગાંધીનગરના આર્થિક સહયોગ થકી અને લૉક સાહિત્ય સેવા સમિતિ દ્વારા આ લૉક ડાયરા નું આયોજન ને બિરદાવીસૌ મહાનુભાવો ને શબ્દકુમ કુમ દ્વારા મીઠો આવકાર આપ્યો હતો
. આ પ્રસંગે પોરબંદર -છાયા નગરપાલિકા ના વોર્ડ નંબર 11 ના કાઉન્સિલર શ્રી કાંતિભાઈ કાણ કિયા એ હાઉસિંગ બોર્ડ કોલોની, લક્ષ્મી નગર, અને નવયુગ શિક્ષક કોલોની અને દરજી સોસાયટી માં વર્ષે ભર થતી વિવિધ પ્રવૃર્તિ ના આયોજકો ને અભિનંદન આપી સ્ટેજ પર ઉપસ્થિત તમામ કલાકરોને પુષ્પ માલા દ્વારા સન્માનિત કર્યા હતા
આ પ્રસંગે અતિથિ પદે ઉપસ્થિતિ રહેલા પોરબંદર ની વી. આર. ગોઢાણીયા બી. એડ કોલેજના ડાયરેક્ટર અને જાણીતા કેળવણીકાર ડો ઈશ્વરભાઈ ભરડા એ જણાવ્યું હતું કે, સંગીત, સાહિત્ય, નાટક એ સર્વ વ્યાપી છે. સંગીત ને શબ્દો કે સરહદ ના સીમાડા નડતા નથી ચિતને શાંતિ અને ઈશ્વર સુધી એકા કાર થવાની સાધના નું સાધન સંગીત છે તેમણે ગાંધીનગર ગૂજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ની સંસ્કાર ઘડતર ની પ્રવુતિ ને બિરદાવી હતી
ગુજરાત રાજ્ય સંગીત – નાટક અકાદમી ના ઉપક્રમે અને લોક સાહિત્ય સેવા સમિતિ દ્વારા દ્વારા યોજાયેલા આ ભવ્ય લોક ડાયરા માં સૌરાષ્ટ્ર ના જાણીતા કલાકારો શ્રી નાગાજણ ભાઈ મોઢવાડીયા, શ્રી અમિત ભાઈ ઓડેદરા, શ્રી ક્રિષ્ના બેન કુબાવત સહીત ના કલાકારો એ ઉપસ્થિત રહીને સંતવાણી, લોક સાહિત્ય, દેશ ભક્તિ ગીતો પ્રસ્તુત કરી સહુને ડોલાવ્યા હતા આ લૉક ડાયરામાં શ્રી કિશોરભાઈ પરમાર ( બેન્જો વાદક ), શ્રી અશ્વિનભાઇ જેઠવા (તબલા વાદક ), શ્રી કાંતિભાઈ આ ઝાલા, શ્રી રવિ ભાઈ ઓડેદરા શ્રી લાલા ભાઈ ( મંજીરા વાદક ) શિવકૃપા વિડીયો ગ્રાફી અને વચ્છ રાજ સાવન દેગામ ( માઈક સિસ્ટમ ) નો ઉમદા સહયોગ મળ્યો હતો
આ અવસરે પોરબંદર માં આરોગ્ય, શિક્ષણ,, સમાજ, અને સેવા ક્ષેત્રે અનેક પ્રવૃર્તિઓ માં અનોખું સ્થાન ધરાવતા સાગર સમન્વય અને પાયોનિયર ક્લબ, લાય ન્સ ક્લબ ના પ્રમુખ શ્રી પ્રવીણ ભાઈ ખોરાવા એં આવા કાર્યક્રમ ને આવકારી અભિનંદન સાથે શુભેછાઓ પાઠવી હતી
પોરબંદર ની લૉક .સાહિત્ય સેવા સમિતિ દ્વારા યોજાયેલ લૉક દાયરામાં કાઉન્સિલર શ્રી ગીતા બેન કાણ કિયા, શ્રી કાંતિભાઈ કાણ કિયા કેળવણીકાર ડો. ઈશ્વરભાઈભરડા,મંદિર ટ્રષ્ટના પ્રમુખ શ્રી જગદીશભાઈ પટેલ,સીધેશ્વર મંદિર યુવક મંડળ ના પ્રમુખ શ્રી દેવા ભાઈ આહીર, શાસ્ત્રી શ્રી ભરત ભાઈ ભટ્ટ, શ્રી ભીખુભાઇ જોશી, મહિલા અગ્રણી શ્રી પુરી બેન ગોરાણીયા, શ્રી કિરણ બેન ગોસ્વામી, શ્રી વેજી બેન કેશવાલા, સહીત ચારેય સોસાયટી ના સંગીત રસીકો, સાહિત્ય પ્રેમીઓ અને ભાઈ બહેનો હાજર રહી ને લૉક ડાયરા ને માણ્યો હતો