13મી ઓકટોબરનીપોરબંદર-સાંતરાગાછી સુપરફાસ્ટ ટ્રેન સંપૂર્ણપણે રદ રહેશે

દક્ષિણ પૂર્વ મધ્ય રેલવેના નાગપુર ડિવિઝનમાં રાજનાંદગાઁવ-કલમના સ્ટેશનો વચ્ચે ત્રીજી લાઇનના કામના સંદર્ભમાં ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગની જોગવાઈ માટે બ્લોક લેવામાં આવશે. આ બ્લોકને કારણે 13 ઓક્ટોબર, 2023ની પોરબંદર-સાંતરાગાછી સુપરફાસ્ટ ટ્રેન (12949) સંપૂર્ણપણે રદ રહેશે. એ જ રીતે, પરત દિશામાં, 15 ઓક્ટોબર, 2023ની સાંત્રાગાછી-પોરબંદર સુપરફાસ્ટ ટ્રેન (12950) પણ સંપૂર્ણપણે રદ રહશે. રેલવે પ્રશાસન મુસાફરોને અસુવિધા બદલ ખેદ વ્યક્ત કરે છે.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!