કમોસમી વરસાદની આગાહીના પગલે પોરબંદર નગરપાલિકા દ્વારા બેનર, હોર્ડીંગ્સ ઉતારવાની કામગીરી કરાઇ
વરસાદ, પવન ફુંકાવાના સમયે નાગરિકોને મોટા બેનર, હોર્ડીંગ્સ, ભયજનક જર્જરિત માળખાંથી દૂર રહી સાવચેતી રાખવા કલેકટરની અપીલપોરબંદર, તા. ૧૬ : હાલમાં ગુજરાત રાજ્યના ઘણાં જિલ્લાઓમાં આપવામાં આવેલ કમોસમી વરસાદની આગાહી પરત્વે પોરબંદર જિલ્લામાં પણ આગાહી આપવામાં આવી હોય, અને બરડા પંથકમાં વરસાદ પડ્યો છે. જિલ્લા કલેકટર કે.ડી. લાખાણીની સૂચનાથી સંબંધિત વિભાગો, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ, નગરપાલિકાઓને જરૂરી સાવચેતીના પગલાં લેવાં, તેમજ મોટા ઝોખમી બેનર/હોર્ડીંગ્સ વગેરે તાકીદે ઉતારી લેવા સૂચના આપવામાં આવી છે. જે અન્વયે પોરબંદર નગરપાલિકા દ્વારા બેનર, હોર્ડીંગ્સ ઉતારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. તેમજ વરસાદ, પવન ફુંકાવાના સમયે નાગરિકોને મોટા બેનર, હોર્ડીંગ્સ, ભયજનક જર્જરિત માળખાં હોય તો તેનાથી દૂર રહેવા સાવચેતી રાખવા જિલ્લા કલેકટર દ્રારા અપીલ કરવામાં આવી છે.
Please follow and like us: