જેતપુર પ્રિન્ટિંગ તથા ડાઇંગ એકમોનું ગંદુ પ્રદૂષિત પાણી પોરબંદર દરિયામાં છોડવાનો રાજા ગ્રુપનો વિરોધ

આજ રોજ તારીખ 08/11/2023 ના રોજ રાજા ગ્રુપ ઓફ પોરબંદર દ્વારા જેતપુર તાલુકાના પ્રિન્ટિંગ તથા ડાઇંગ એકમોનું ગંદુ પ્રદૂષિત પાણી તથા કેમિકલ પાઈપ લાઈન મારફતે પોરબંદર નજીકના દરિયા માં છોડવામાં આવશે તેવી યોજનાનું આયોજન આશરે થોડા સમય પહેલા કરવામાં આવેલ છે.
આ યોજના ને રદ કરવા તથા અન્ય ઉપાયો શોધી કાઢવા અંગે અમો રાજા ગ્રુપ પોરબંદર દ્વારા માન. શ્રી કલેકટર સાહેબશ્રી પોરબંદર ને આવેદન પાઠવેલ છે. યોજના થી થતા લાભો નિ સંખ્યા તો માત્ર એક જ કહી શકાય જેમ કે જેતપુરના ઉદ્યોગો ને વેગવંતા કરવાં, પ્રોત્સાહન આપવું પરંતુ માત્ર એક લાભ ના કારણે બીજા અસંખ્ય ગેરલાભની અવગણના કે આવકારી શકાતા નથી જેમ કે સમુદ્રી જીવ સૃષ્ટિ નો નાશ, પ્રકૃતિ ને નુકશાન, પ્રવાસ પર્યટન ના સ્થળો ને નુકશાન, ખેતી લાયક જમીન ને નુકશાન, પોરબંદર ના નાના-મોટા ઉદ્યોગો ને નુકશાન થાય એમ છે. જેથી કરી અમારા દ્વારા આવેદન પાઠવી વિરોધ કરવામાં આવેલ છે અને જરૂરિયાત પડે આંદોલન કરવાની ફરજ પડી તો તે કરશું, જરૂરિયાત પડે તો જાહેર હિતની અરજી (PIL) કરવાની ફરજ પડી તો તે પણ કરશું પરંતુ આ યોજના ને સફળ થવા દેવામાં નહિ આવે …..
સમગ્ર પોરબંદર શહેર જાણે છે કે જેતપુર નું દુષિત પાણી પોરબંદર ના દરિયા માં ઠાલવવા માં આવી રહ્યું છે ત્યારે સમગ્ર પોરબન્દર ની સંસ્થા આ માટે આગળ આવી રહી છે ત્યારે રાજા ગ્રુપ જે સામાજિક કામ કરે છે તે પણ આમ જોડાઈ રહ્યું છે અને અમે પોરબંદર ની જનતા સાથે છીએ અને આજે અમે લોકો એ કલેકટર ને પણ આવેદન પાત્ર આપ્યું છે કે આ પ્રોજેક્ટ ને રદ કરવામાં આવે , જેથી પોરબંદર ની સુંદરતા , માછીમારી , પ્રવાસન અને પોરબંદર ની આર્થિક સ્થિતિ આ બધી વસ્તુ ને ફટકો પડશે. ત્યારે આ માટે મુવમેન્ટ ચલાવતી દરેક સંસ્થા સાથે છીએ .
રાજા ગ્રૂપ ઓફ પોરબંદર.
