રામનવમી નિમિતે કાર્યાલયનો ભવ્ય શુભારંભ


આગામી તારીખ 30 માર્ચ 2023 ના રોજ શ્રી રામચંદ્ર પ્રભુના જન્મોત્સવની ઉજવણી ના ભાગરૂપે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ પોરબંદર દ્વારા કાર્યાલય નો પ્રારંભ કરાયો છે.
સંતોમહંતો દ્વારા કરાયો શુભારંભ

ભગવાન શ્રી રામચંદ્ર પ્રભુ નો જન્મોત્સવ અંતર્ગત પોરબંદર શહેર માં દરવર્ષ ની જેમ આ. વર્ષે પણ ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરાયું હોય જેના તૈયારીના ભાગ રૂપે જાનકી મઠ શીતલા ચોક શ્રી રામ મંદિર ખાતે સાધુ સંતો દ્વારા કાર્યાલય નો શુભારંભ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે સંતો મહંતો ને વાજતે ગાજતે ભગવા ધ્વજ સાથે આવકારવામાં આવ્યા હતા ત્યારબાદ સંતો દ્વારા દીપ પ્રાગટય કરી સંતો દ્વારા આશીર્વચન પાઠવવામાં આવ્યા હતા.કાર્યક્રમ માં મોટી સંખ્યામાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ પોરબંદર ના આગેવાનો અને કાર્યકર્તાઓ તથા માતૃશક્તિ દુર્ગાવાહીની ના બહેનો જોડાયા હતા.

Please follow and like us:
CATEGORIES Porbandar
