ગોઢાણીયા કોલેજમાં જાણીતા ક્રિકેટર યુવરાજસિંહ ડોડીયાએ પ્રવેશ મેળતવતા સત્કાર
મનુષ્ય જન્મથી નહીં પરંતુ કર્મથી મહાન બને છે ડો. વિરમભાઈ ગોઢાણીયા
ગોઢાણીયા બી. બી. એ. કોલેજ માં જાણીતા ક્રિકેટર યુવરાજસિંહ ડોડીયા એ પ્રવેશ મેળવતા આવકાર અભિવાદન
પોરબંદર પોરબંદરની શ્રી માલદેવજી ઓડેદરા સ્મારક ટ્રસ્ટ સંચાલિત ડો. વી. આર. ગોઢાણીયા બી.બી.એ. કોલેજમાં જાણીતા ક્રિકેટર યુવરાજસિંહ ડોડીયાએ બી.બી.એ. અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવતા ટ્રસ્ટની ઓફિસ ખાતે તેઓનું આવકાર અભિવાદન અપાયું હતું
પ્રારંભમાં ગોઢાણીયા બી.બી.એ. કોલેજના ડાયરેક્ટર ચિત્રાબેન જુંગીએ તેમને કપાળમાં કુમકુમ તિલક કરી મીઠું મોઢું કરાવીને આવકાર આપ્યો હતો
ટ્રસ્ટના પ્રમુખ જાણીતા દાતા અને શિક્ષણ પ્રેમી ડો. વિરમભાઈ ગોઢાણીયા એ સુપ્રસિદ્ધ ક્રિકેટર યુવરાજસિંહ ધીરુભાઈ ડોડીયાનો સત્કાર કરતાં જણાવ્યું હતું કે આ સંસ્થામાં પ્રવેશ મેળવ્યો તે અમારા સંકુલ પરિવારનું ગૌરવ છે આ સંસ્થામાં પ્રવેશ મેળવેલ શ્રી ડોડીયા ને સંસ્થા દ્વારા સ્કોલરશીપ પણ આપવામાં આવશે આજના યુવાનોમાં અસીમ પ્રતિભા પડેલી છે જરૂર છે તેઓને મંચ આપવાની જો યુવા પ્રતિભાને મંચ પ્લેટફોર્મ મળશે તો ઉડાન ભરવા તૈયાર છે પોતાની નાની ઉંમરમાં સખત મહેનત લગન અને સાધના દ્વારા ક્રિકેટ ક્ષેત્રે ઉજવળ કારકિર્દી બનાવી છે. તે અભિનંદનનીય છે મનુષ્ય જન્મથી નહીં કર્મથી મહાન બને છે તેનું આજની યુવા પેઢીને પ્રેરક અનુકરણીય ઉદાહરણ પૂરું પાડવું છે યુવા ક્રિકેટ ડોડીયાએ વૈદિક સીટે પ્રતિભા ઉજાગર કરવા બદલ અભિનંદન આપ્યા હતા.
આ પ્રસંગે જાણીતા કેળવણીકાર ડો. એ. આર. ભરડા એ ૨૨ વર્ષીય યુવા ક્રિકેટ યુવરાજસિંહ ડોડીયા પોરબંદરની દિલીપ ક્રિકેટ સ્કૂલ ખાતે ક્રિકેટનું પ્રશિક્ષણ મેળવીને આજની યુવા પેઢી માટે પ્રેરણાસ્ત્રોત બન્યા છે.
ઉલ્લેખનીય છે. પોરબંદરની દિલીપ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટની તાલીમ મેળવી આગળ વધેલા યુવરાજસિંહ ડોડીયા એ એશિયા કપની ભારતીય ક્રિકેટ ટીમમાં સ્થાન મેળવ્યું છે.
અગાઉ રણજીત ટ્રોફીમાં શ્રેષ્ઠ પ્રદર્શન દાખવ્યા બાદ હવે વૈદિક સીટે પ્રતિભા ઉજાગર કરશે.
મૂળ ગીર સોમનાથ ના મંડારે ગામનો તથા છેલ્લા એક દાયકાથી પોરબંદરની શ્રી દિલીપ ક્રિકેટ સ્કૂલ ખાતે તાલીમ મેળવીને શ્રેષ્ઠ પ્રદર્શન દર્શાવતા યુવરાજસિંહ ધીરુભાઈ ડોડીયા ૨૨ વર્ષે યુવા ક્રિકેટની એશિયા કપ માટે ભારત ક્રિકેટ ટીમમાં પસંદગી થઈ છે.
યુવરાજ સિંહ ને જુનિયર ક્રિકેટ કમિટી દ્વારા શ્રીલંકાના હોલડો ખાતે રમાયેલ એન. સી. સી મેન્સ ઈમેજિંગ ટીમ એશિયા કપ 2023 માટે ભારતીય ટીમમાં પસંદગી કરવા માં આવી હતી.
યુવરાજસિંહ એ તાજેતરમાં જ સૌરાષ્ટ્રની ટીમવતી મુંબઈ સામેની મેચ રમ્યો હતો અગાઉ વિજય મરચંટ અન્ડર ૧૬ કુંચ વિહાર અન્ડર 19 કર્નલ સી કે નાયડુ ટ્રોફી એટીર ૨૩ ઉપરાંત 2022 માં સી. કે. નાયડુ ટ્રોફી અંડર 25 મા રમી ચૂક્યો છે અને બરોડાની ટીમ સામે 8 વિકેટ ઝડપી હતી ત્યારથી તેણે સિલેક્ટ નું ધ્યાન ખેંચ્યું હતું સને 2023 ની સૌરાષ્ટ્રની રણજીત ટ્રોફીની ટીમમાં સ્થાન મેળવેલ છે.
ક્રિકેટ ક્ષેત્રે ઉજ્જવળ કારકિર્દી ધરાવતા યુવરાજસિંહ ડોડીયા એ હા સંસ્થામાં બી.બી.એ. અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવી સંસ્થા નું ગૌરવ વધારવા બદલ તેઓને આવકાર સાથે સત્કારવામાં આવેલ હતા.
આ તકે ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી અર્જુનભાઈ મોઢવાડીયા ટ્રસ્ટી ભરતભાઈ ઓડેદરા શ્રીમતી શાંતાબેન ઓડેદરા શ્રીમતી જયશ્રીબેન ગોઢાણીયા ભરતભાઈ વિશાળા વર્કિંગ ટ્રસ્ટી ડો. હીનાબેન ઓડેદરા તેમજ ગોઢાણીયા મહિલા કોલેજના પ્રિન્સિપાલ ડો. કેતન શાહ યોગા કોલેજના ડાયરેક્ટર જીવાભાઈ ખુટી અને એન.સી.સી ઓફિસર શાંતીબેન ભુતિયા ટ્રસ્ટના અંગત સેક્રેટરી કમલેશભાઈ થાનકી એડમિનિસ્ટ્રેટર વિશાલભાઈ લોઢારી સહિત સંકુલ પરિવારે આ સંસ્થામાં પ્રવેશ લઈને સંસ્થાને યુવા ક્રિકેટરે ગૌરવ આપવા બદલ અભિનંદન પાઠવ્યા હતા