પોરબંદરમાં તા.૦૧ જાન્યુઆરી રોજ યોજાશે “સૂર્ય નમસ્કાર અભિયાન”

*”સૂર્ય નમસ્કાર અભિયાન” કાર્યક્રમ અન્વયે ઇન્ચાર્જ કલેકટરશ્રી કે.બી.ઠક્કરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ*
**
પોરબંદર.તા.૨૮, આગામી તા. ૦૧ જાન્યુઆરી ૨૦૨૪નાં રોજ સમગ્ર રાજ્યમાં સૂર્ય નમસ્કારનો રાજ્યવ્યાપી કાર્યક્રમ યોજાનાર છે. જે અંતર્ગત પોરબંદર શહેરમાં પણ કાર્યક્રમ યોજાનાર છે. કાર્યક્રમને સંલગ્ન વ્યવસ્થાઓ અને સુચારુ આયોજન અંગે ઇન્ચાર્જ કલેકટર કે.બી.ઠક્કરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી.

પોરબંદર શહેરમાં હજૂર પેલેસ, ચોપાટી ગ્રાઉન્ડ, વી.આર. ગોઢાણીયા કોલેજ કેમ્પસ અને સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે “સૂર્ય નમસ્કાર કાર્યક્રમ” યોજાશે.
આ તકે બેઠકમાં નિવાસી અધિક કલેકટર એમ.કે.જોશી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક રેખાબા સરવૈયા, પોરબંદર પ્રાંત અધિકારી સંદીપ જાદવ, નાયબ પોલીસ અધિક્ષકશ્રી ઋતુ રાબા સહિત સંલગ્ન વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ ઊપસ્થિત રહ્યા હતાં.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!