કુતિયાણામાં સંકટ સમયે ઢેલી બેન ઓડેદરા એ કોરોનાની કપરી પરિસ્થિતિમાં દરરોજ ૧૦,૦૦૦ પરિવારને જમાડવાનું કાર્ય કર્યું હતું જે આજે પણ લોકો યાદ કરે છે

કોરોના મહામારીની લઈને જ્યારે વિશ્વ મુશ્કેલીમાં મુકાયો હતો ભારતમાં પણ કોરોનાની સ્થિતિને ધ્યાને જોતા સરકારે 21 દિવસનું લોકડાઉન પાળ્યું હતું ત્યારે આ લોકડાઉન જેવી કપરી પરિસ્થિતિમાં જરૂરિયાતમંદ પરિવારોને ચિંતા કરી કુતિયાણા નગરપાલિકાના પ્રમુખ ઢેલીબેન ઓડેદરાએ સેવાકાર્ય હાથ ધર્યું હતું પોરબંદરમાં તો અનેક સેવાકિય સંસ્થાઓએ જરૂરિયાતમંદ પરિવાર માટે ભોજનની વ્યવસ્થા કરી હતી પરંતુ કુતિયાણા શહેર અને ગ્રામ્યપંથકના જરૂરિયાતમંદ પરિવારો કે જે રોજેરોજનું કમાઈને પોતાના પરિવારનુ ગુજરાન ચલાવતા હતા. આવા પરિવારો લોકડાઉન જેવા કપરા સમયમાં મુશ્કેલીમાં મુકાયો હતો પરંતુ કુતિયાણાના ઢેલીબેન ઓડેદરા એટલે કે ઢેલીમાં તરીકે આગવી ઓળખ ધરાવતા એક મહિલાએ દસ હજાર લોકોને દરરોજ જમાડ્યું છે તેમજ લોકોના ઘર ઘર સુધી ટિફિન સહિતની વ્યવસ્થા પણ કરી હતી કુતિયાણા તેમજ આજુબાજુના ગ્રામ્યપંથકના લોકો ભૂખ્યા ન રહે તે માટે તેમની ચિંતા કરી આ સંકટની ઘડીમાં ઢેલીબેન ઓડેદરાએ અવિરત રસોડું ચાલુ રાખ્યું હતું.હવે જ્યારે વિધાનસભાની ચૂંટણી છે ત્યારે ઢેલીબેન ઓડેદરાએ કુતિયાણા વિધાનસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર તરીકે પસંદગી થઈ છે ત્યારે કુતિયાણામાં જ્યારે લોકડાઉનની સ્થિતિમાં 10000 પરિવારને ભોજન આપ્યુ હતું તે લોકો આજે પણ યાદ કરે છે અને જબરું જન સમર્થન મળી રહ્યું છે તેમ ઢેલીબેને જણાવ્યું હતું
