પોરબંદર ફાયરિંગ ની ઘટનામાં બે ના મોત , ઘવાયેલા બે જવાનો ને જામનગર લઈ જવાયા
વિધાનસભાની ચૂંટણી આગામી 1 ડિસેમ્બરના રોજ યોજાનાર છે ત્યારે ચૂંટણી બંદોબસ્ત અંગે વિવિધ સુરક્ષા એજન્સીઓના જવાનો સુરક્ષા માટે તેના કરવામાં આવ્યા છે ત્યારે પોરબંદરમાં સુરક્ષા અંતર્ગત આવેલ જવાનોને નવી બંદર ખાતે સાયકલોન સેન્ટરમાં રાખવામાં આવ્યા હતા જ્યાં ચાર જવાનો વચ્ચે બોલાચાલી થતા સામસામે ફાયરીંગ કરવામાં આવી હતી અને ફાયરિંગમાં બે જવાનોના મોત નીપજ્યા છે જ્યારે બે જવાનો ઘાયલ થયા હતા જેમને વધુ સારવાર માટે જામનગર ખસેડવામાં આવ્યા છે
આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર મણીપુર ઇન્ડિયન રિઝર્વ બટાલિયન એસપી કંપની નંબર 14 45 નં 3 અને ઇન્ડિયન રિઝલ્ટ બટાલિયન નંબર 4 ઇન્ડિયન રિઝલ્ટ બટાલિયન વચ્ચે કોઈપણ બાબત અંગે ઝઘડો થયો હતો અને સામસામે ફાયરિંગ થઈ હતી ટુકડા ગોસા સાયકલોન સેન્ટર પોરબંદર કંપની ના કમાન્ડર લોરેન્સ મુન્ડલાલ દ્વારા જણાવેલ પ્રાથમિક માહિતી અનુસાર આરોપીના એસ ઇનાઉંચા સિંઘ દ્વારા ખુલ્લા માં પોતાની રાઇફલ એ.કે.47 દ્વારા સહ કર્મચારી ઓ ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું હતું.હાલ સિનિયર અધિકારી ઓ ઘટના સ્થળ પર છે અગત્ય ની તપાસ ચાલુ છે આરોપી માં એસ ઇના ઉંચા સિંઘ રાઇફલ કોન્સ્ટેબલ થર્ડ ઇન્ડિયન રિઝર્વ બટાલિયન મણિપુર એસ એ પી કંપની માં ફરજ બજાવે છે જેને સાંજે 7 કલાક આસપાસ કરેલ ફાયરિંગ માં થોઈબા સિંધ (થર્ડ બટાલિયન ,મણિપુર એસ એ પી 1445 કમ્પની) તથા જિતેન્દ્ર સિંઘ ( થર્ડ રિઝર્વ બટાલિયન ,મણીપુર એસ એ પી 1445 કંપની ) ના મોત નિપજ્યા હતા .
જ્યારે બે જવાનો ઘાયલ.થયા હતા જેમાં ચોરાજીત (રાઇફલમેન કોન્સ્ટેબલ થર્ડ બટાલિયન મણીપુર ,એસ એ પી 1445 કમ્પની )તથા રોહિકાના ( કોન્સ્ટેબલ ફોર્થ ઇન્ડિયન રિઝર્વ બટાલિયન મણીપુર એસ એ પી 1445 કમ્પની ) ને ઇજા પહોંચતા પોરબંદર ની ભાવસિંહજી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી અને ત્યાર બાદ જામનગર મેડિકલ હોસ્પિટલમાં ખસેડવામાં માં આવ્યા હોવાનું પોરબંદર જિલ્લા કલેકટર અશોક શર્મા એ જણાવ્યું હતું