પોરબંદર મહાનગરપાલિકા દ્વારા વેરામાં ઘટાડો કરાયો

પોરબંદર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પ્રેસકોન્ફરન્સ માં ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા એ આપી માહિતી

જિલ્લા ભાજપ પ્રમુખ ડો. ચેતનાબેન તિવારી, પૂર્વકેબિનેટમંત્રી બાબુભાઇ બોખીરિયા, પોરબંદર, શહેર ભાજપ પ્રમુખ સાગર મોદીની ઉપસ્થિતિમાં વેરા ઘટાડા અંગે વિગતવાર જાહેરાત કરવામાં આવી પોરબંદર જિલ્લા ભાજપ કાર્યાલય “અટલ ભવન” ખાતે આજરોજ પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી જેમાં પોરબંદર મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલ વેરા ઘટાડા મુદ્દે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. પોરબંદર-છાયા પાલિકા મહાનગરપાલિકા બન્યા બાદ વેરા માં વધારો કરવામાં આવ્યો હતો, આ વધારા વ્યાજબી ન હોવાની લોક રજૂઆત આવેલ હતી, જે અનુસંધાને કેન્દ્રીય મંત્રી અને સાંસદ ડો. મનસુખભાઇ માંડવિયાએ પોરબંદર મહાનગરપાલિકા ને સૂચના આપી ને વેરા વધારો મોકૂફ રાખ્યો હતો. ત્યારબાદ ધારાસભ્ય અર્જુનભાઇ મોઢવાડીયા દ્વારા અને કમિશ્નરશ્રી દ્વારા રાજયસરકારશ્રી માથી નવા વેરા અંગે પત્ર વ્યવહાર અને નવેસરથી વેરા દર નક્કી કરવા કાયદેસરની કાગળની કાર્યવાહી કરવામાં આવી હતી, જિલ્લા ભાજપની ટિમ પ્રમુખ ડો. ચેતનાબેન તિવારી, શહેર ભાજપ પ્રમુખ સાગર મોદી, પૂર્વકેબિનેટમંત્રી બાબુભાઇ બોખીરીયા સહિત ટિમ દ્વારા આ બાબતે સતત ફોલોઅપ લેવામાં આવ્યું હતું. પોરબંદર મહાનગર પાલિકા દ્વારા વેરામાં ઘટાડો કરી નાખવામાં આવ્યો છે. નવા વેરા દર નું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે, અને નવા વેરા દરની અમલવારી શરૂ કરવામાં આવી છે.

પોરબંદર મહાનગરપાલિકા દ્વારા જે ટેક્સ માં ઘટાડો કરેલ તેની વિગત નીચે મુજબ છે.
• એકંદરે રહેણાક મિલ્કત માં કુલ રૂ. 1000 ની રાહત આપેલ છે, જેમાં અગાઉ કરેલ વધારામાં 83% જેટલી રાહત આપવામાં આવેલ છે.
• એકંદરે બિન રહેણાક મિલ્કતમાં સામાન્ય રાહત રૂ. 700 ની આપવામાં આવેલ છે, જેમાં અગાઉ કરેલ વધારામાં 63% જેટલી રાહત. આ ઉપરાંત બિન રહેણાક મિલ્કતોમાં ખાસ સફાઈ અને ખાસ ગટર વેરામાં પણ નોંધપાત્ર રાહત આપવામાં આવેલ છે.
• પાણીવેરો, સફાઈ વેરો, સ્ટ્રીટલાઇટ વેરામાં 2007 બાદ કોઈપણ વધારો પોરબંદર નગરપાલિકા દ્વારા કરવામાં આવેલ નહીં, 2019-20 માં માત્ર ગટરવેરામાં સમાન્ય વધારો કરવામાં આવેલ, જેથી હાલ 2025 માં ભાવવધારો કરવામાં આવતા લોકોમાં મુંજવણ ઊભી થયેલ હતી.
• એકંદરે રહેણાકમાં વધારો 200 રૂપિયા છે, જે રોજના ઘર દીઠ 55 પૈસા થાય છે, એકંદરે બિનરહેણાક માં સમાન્ય વધારો 400 રૂપિયા છે જે મિલકતદીઠ રોજનો 1.10 પૈસા જેટલો થાય છે.
• ઉપરોક્ત થયેલા વધારામાથી મંદિર – મસ્જિદ અને ધાર્મિક સ્થળો ને સંપૂર્ણ રાહત આપવામાં આવેલ છે અને ટ્રસ્ટ સંચાલિત સંસ્થાને 50% રાહત આપેલ છે.
• બે વર્ષ કે તેથી વધુ સમય થી બંધ બિનરહેણાક મિલક્તોને ખાસ સફાઈ વેરો અને ખાસ ગટર વેરામાંથી મુક્તિ આપેલ છે.
• પોરબંદર મહાનગરપાલિકાના હાઉસ ટેક્સ, સફાઈવેરો, પાણીવેરો વગેરેની સરખામણી જામનગર અને જુનાગઢ મહાનગરપાલિકા સાથે કરવામાં આવે તો તે હાલ નો પોરબંદર મહાનગરપાલિકા નો વેરા વધારો ખૂબ જ નજીવો છે. જામનગરમાં રહેણાક મિલકતવેરો ચો.મી. દીઠ રૂ. 16 છે, જ્યારે બિન રહેણાકમાં રૂ. 32 છે. ચો.મી. દિઠ જુનાગઢમાં રહેણાક માં 26 રૂપિયા અને બિનરહેણાક માં 47 રૂપિયા છે. આ બંને ની સામે પોરબંદર મહાનગરપાલિકામાં રહેણાકમાં ચો.મી. દીઠ 10.73 અને બિન રહેણાક માં ચો.મી. દીઠ 21.42 છે. અને આજ રીતે બીજા વેરાઓમાં પણ પોરબંદર માં ઓછા છે.

નવા ઘટાડેલા વેરા નીચે મુજબ છે.
• સામાન્ય પાણી વેરાના 1,200 ના બદલે નવા દર 600 કરી નાખવામાં આવ્યા છે.
• સામાન્ય ગટરવેરા ના રહેણાંક મિલ્કત માટે 600 ને બદલે 400, બિન રહેણાંક મિલ્કત માટે 1200 ને બદલે 800 કરવામાં આવ્યા છે.
• સામાન્ય સફાઈ વેરામાં રહેણાંક મિલ્કત માટે 300 ને બદલે 200, બિન રહેણાંક માટે 500 ને બદલે 350 કરવામાં આવ્યા છે.
• સામાન્ય સ્ટ્રીટલાઈટ વેરામાં 300 ને બદલે 200, બિન રહેણાંક મિલ્કત માટે 500 ને બદલે 350 કરવામાં આવ્યા છે.

ખાસ સફાઈ વેરાના દરો માં બિન રહેણાંક મિલ્કત માટે ક્ષેત્રફળ મુજબ ફેરફાર કરવામાં આવ્યા છે જેમાં
• 1 થી 20 ચો.મી. સુધી 0 રૂપિયા છે.
• 21 થી 50 ચો.મી. સુધીના 10 ને બદલે 3 રૂપિયા કરવામાં આવ્યા છે.
• 51 થી 100 ચો.મી. સુધીમાં 10 ને બદલે 5 રૂપિયા કરવામાં આવ્યા છે.
• 101 થી 200 ચો. મી. સુધી માં 20 ને બદલે રૂ. 7 કરવામાં આવ્યા છે.
• 201 થી 500 ચો. મી. સુધીમાં રૂ. 20 ને બદલે રૂ. 10 કરવામાં આવ્યા છે.
• 501 થી વધુ ચો.મી. માટે રૂ. 20 ને બદલે રૂ. 15 કરવામાં આવ્યા છે.

ખાસ ગટર વેરાના દરો માં બિન રહેણાંક મિલ્કત માટે ક્ષેત્રફળ મુજબ ફેરફાર કરવામાં આવ્યા છે જેમાં
• 1 થી 20 ચો.મી. સુધી 0 રૂપિયા છે.
• 21 થી 50 ચો.મી. સુધીના 5 ને બદલે 2 રૂપિયા કરવામાં આવ્યા છે.
• 51 થી 100 ચો.મી. સુધીમાં 5 ને બદલે 3 રૂપિયા કરવામાં આવ્યા છે.
• 101 થી 200 ચો. મી. સુધી માં 10 ને બદલે રૂ. 5 કરવામાં આવ્યા છે.
• 201 થી 500 ચો. મી. સુધીમાં રૂ. 10 ને બદલે રૂ. 7 કરવામાં આવ્યા છે.
• 501 થી વધુ ચો.મી. માટે રૂ. 10 ને બદલે રૂ. 10 રાખવામાં આવ્યા છે.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!