જૂનાગઢ માં યોજાયેલ ભારત વિકાસ પરિષદ સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંતના અભ્યાસ વર્ગ માં પોરબંદર શાખાના હોદેદારો જોડાયા
ભારત વિકાસ પરિષદ કચ્છ પ્રાંતના વિવિધ 27 શહેરોની શાખાઓના પદાધિકારીઓ માટે અભ્યાસ વર્ગ તા.26.6.2022 ને રવિવારના રોજ જૂનાગઢ - પ્રેરણાધામ, ભવનાથ તળેટીમાં યોજાયો હતો. આ અભ્યાસ વર્ગમાં દરેક શાખાના મળી ને 251 પદાધિકારીઓ સ્વખર્ચે આ વર્ગમાં ઉપસ્થિત રહેલ હતા. દીપ પ્રાગટ્ય તથા વંદેમાતરમ્ બાદ માતૃભૂમિની સેવા માં સમર્પિત કાર્યકર્તાઓને ભારત વિકાસ પરિષદ ના વિવિધ પ્રકલ્પોને વધુ સંકલિત રીતે સુદ્દઢતા થી કરી શકાય તે માટે પ્રથમ સત્રમાં વિશેષ માર્ગદર્શક તરીકે અતિથિ વિશેષશ્રી ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ના કુલપતિ ચેતનભાઈ ત્રિવેદી તથા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સૌરાષ્ટ્ર પ્રાંત ના સંપર્ક પ્રમુખ જીતુભાઈ ભીંડી દ્વારા શ્રેષ્ઠ માર્ગદર્શન આપવામાં
આવ્યું હતું
બીજા સત્રમાં પદાધિકારીઓ / સંયોજકો ના વિવિધ ગ્રુપમાં ચર્ચા દ્વારા પરિષદ ના કાર્યો ને વિસ્તૃત તથા ગહન રીતે સમજવામાં આવેલ તથા આગામી વર્ષના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું.
ભોજન બાદ સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંત ટ્રસ્ટી ડો.તેજસભાઇ પૂજારા દ્વારા સંસ્થાના સૂત્રો ને સાર્થક કરવા માટે શું આવશ્યક છે તે વિશે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું. પ્રાંત અધ્યક્ષ શ્રીમતી વિરલબેન પારેખ દ્વારા કાર્યશાળા ને અનુરૂપ ઉદ્બોધન આપવામાં આવ્યું. તથા પ્રાંત ખજાનચી પિયુષભાઈ ઠક્કર દ્વારા સંસ્થાના પારદર્શક હિસાબો સંદર્ભે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું. ભારત વિકાસ પરિષદ પોરબંદર શાખાના પ્રમુખ કમલેશભાઈ ખોખરી ઉપપ્રમુખ વિનેશભાઈ ગોસ્વામી મંત્રી નિધિબેન શાહ , તથા કારોબારી સભ્યો ભાવેશ પુરોહિત તથા હરદત પુરી ગોસ્વામી અને કિરીટભાઈ જોશી તથા નયનભાઈ ટાંક , દુર્ગાબેન લાદી વાલા ,નિમેશભાઈ ગોંડલીયા ,મનોજભાઈ પંડયા આ અભ્યાસ વર્ગ માં જોડાયા હતા
સમગ્ર કાર્યક્રમ ની આભારવિધિ પ્રાંત સચિવ શ્રીમતી જાગૃતિબેન ઠક્કર દ્વારા કરવામાં આવી.સમગ્ર કાર્યક્રમનું સમાયાવધિમાં સુચારુ સંચાલન અભ્યાસ વર્ગ ના સંયોજક ધીરેનભાઈ વૈષ્ણવ તથા સહ સંયોજક ડો.સ્નેહલ તન્ના દ્વારા કરવામાં આવેલ. આ તકે પ્રાંત ના સર્વે ટ્રસ્ટીઓ, તથા પ્રાંત કારોબારી પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
જૂનાગઢ પ્રકૃતિની ગોદ માં યોજાયેલ આ અભ્યાસ વર્ગ થકી સંસ્થા ના પંચ સૂત્ર સંપર્ક, સહયોગ,સંસ્કાર સેવા અને સમર્પણ ને સાર્થક કરવા માટે કાર્યકર્તાબંધુઓ પોતપોતાના ક્ષેત્રમાં વિશેષરૂપે રાષ્ટ્ર – સમાજ ઉપયોગી કાર્યો સમર્પિત રીતે કરી શકશે.