પોરબંદર પોલીસની સારી અને કડક કામગીરી બદલ આભાર વ્યક્ત કરતો ભાવસિંહજી હોસ્પિટલનો તબીબી સ્ટાફ

જીલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા તથા કમલાબાગ પો.સ્ટે.ના પી.આઇ.નો પોરબંદર પોલીસની સારી અને કડક કામગીરી બદલ આભાર વ્યક્ત કરતા ભાવસિંહજી હોસ્પિટલનો તબીબી સ્ટાફ

ગઇ તા.૨૨/૦૬/૨૦૨૪ ના રોજ મોટર સાઇકલ સ્લીપ થઇ જતા ભાવસિંહજી હોસ્પિટલ પોરબંદર ખાતે સારવાર માટે આવેલ શરદ દિનેશભાઇ રાઠોડ અને તેના મિત્રો ચીરાગ સાદીયા,ધવલ શીંગરખીયા તથા કલ્પેશ મકવાણા વગેરે દ્વારા મોડી રાત્રે સારવાર કરનાર ફરજ પરના ડો. ભરત તાવરી સાથે ખોટી રીતે બોલાચાલી કરી અને માથાકુટ કરી ભાગી ગયેલ.
ઉપરોકત બનાવ બાબતે ડો. ભરત તાવરી દ્વારા કમલાબાગ પોલીસનો સમ્પર્ક કરતા, તરત જ પી.એસ.આઇ કક્ષાના અધિકારી ભાવસિંહજી હોસ્પિટલ જઇને બનાવ બાબતે તપાસ કરેલ અને ફરજ પરના ડો.તાવરીની ફરીયાદ કમલાબાગ પોલીસ સ્ટેશન ગુરન પાર્ટ એ ૧૧૨૧૮૦૦૯૨૪૦૩૬૧/૨૦૨૪ આઇ.પી.સી.ક.૩૨૩,૫૦૪,૫૦૬(૨) ૧૧૪,૧૮૬,૪૨૭ મુજબનો ગુ્નહો દાખલ કરેલ ત્યારબાદ તાત્કાલીક આ બનાવમાં સંડોવાયેલા આરોપીઓને ૨૪ કલાકમા પકડી પાડેલ અને રીકન્ટ્રકશન માટે ભાવસિંહજી હોસ્પિટલ લઇ ગયેલ બાદ કડક કાયદેસરની કાર્યવાહી કરેલ.
આવા બનાવ આ રીતે સેવા આપતા કોઇ ડોકટરઓ, નર્સ સ્ટાફ,પોલીસ સ્ટાફ, શિક્ષક સ્ટાફ, વકિલ સ્ટાફ , નગરપાલીકા સ્ટાફ વગેરે સાથે ન બને અને તે સાખી ન લેવાય તેવા કડ્ક વલણ સાથે પોરબંદર જીલ્લાના એસ.પી.ભગીરથસિંહ જાડેજા એ આ ગુન્હાના આરોપીઓની પાસાની પ્રપોજલ તૈયાર કરવા કમલાબાગ પીઆઈ તથા LCB PSI ને કરતા આ આરોપીઓની પાસાની પ્રપોજલ તૈયાર કરી પોરબંદર જીલ્લા કલેકટર દ્રારા મંજુરી મેળવી અલગ અલગ જીલ્લાની જેલમાં આરોપીઓને મોકલી આપેલ છે.
આ બનાવ અંગે પોરબંદર પોલીસ દ્રારા કરવામાં આવેલ ત્વરિત અને કડ્ક કાર્યવાહીથી ખુશ થઇને પોરબંદર ભાવસિંહજી હોસ્પિટલના ડોકટરો પોરબંદર પોલીસ અધિક્ષકની કચેરી આવીને પોરબંદર જીલ્લાના પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા સાહેબનાઓને પેન તથા ફુલનો ગુચ્છો આપી આભાર વ્યક્ત કરેલ તેમજ કમલાબાગ પોલીસ સ્ટેશનના પી.આઇ. આર.સી.કાનમિયાને પણ પેન તથા ફુલનો ગુચ્છો આપી આભાર વ્યક્ત કરેલ.
