પોરબંદર જયેશભાઈ પત્તાણી સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છ ના મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટરીબયુટર એસોસિયેશનના પ્રમુખ તરીકે ચુટાયા
પોરબંદર જિલ્લાના સૌથી જુના મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટરીબયુટર જયેશભાઈ પત્તાણી SKIFAA ના પ્રમુખ તરીકે વર્ષ ૨૦૨૪-૨૬ ( બે વર્ષ) માટે બિનહરીફ ચુંટાઈ આવ્યા છે. SKIFAA ( સૌરાષ્ટ્ર કચ્છ ઈનડીવીડયુઅલ ફાયનાન્સીયલ એસોસિયેટસ એસોસિયેશન ) એ સૌરાષ્ટ્ર કચ્છ ના મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટરીબયુટર નું એસોસિયેશન છે. જેના ૪૫૦ થી વધુ સભ્યો છે. આ એસોસિયેશન વેસ્ટ ઈન્ડીયા નું સૌથી મોટું રીજીયોનલ એસોસિયેશન છે. તેઓ એસોસિયેશન ની સ્થાપના થી અત્યાર સુધીમાં ઉપ પ્રમુખ, સેક્રેટરી તથા જોઇન્ટ સેક્રેટરી રહી ચૂકેલા છે. પોરબંદર ડીસટરીકટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ના સેક્રેટરી તરીકે પણ સેવા આપી રહ્યા છે. તથા તેમના વ્યવસાય ક્ષેત્રે ૪૦ વર્ષ નો અનુભવ ધરાવે છે,પોરબંદર સમાચાર.કોમ દ્વારા શુભેચ્છાઓ પાઠવવવામાં આવે છે.
Please follow and like us: