મેડીકલ ડીગ્રી વગરના બોગસ તબીબને પકડી પાડતી પોરબંદર પોલીસ

જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષકમયંકસિંહ ચાવડા સાહેબ તથા પોરબંદર જિલ્લાના ઈન્ચાર્જ પોલીસ અધીક્ષક શૈફાલી બરવાલ દ્વારા ઈન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર એચ.બી.ધાંધલ્યાને સુચના આપવામાં આવેલ ગઇ તા.૧૧/૦૫/૨૦૨૩ ના રોજ રાણાવાવ પોસ્ટે ગુ.ર.નં-૨૭૫/૨૦૨૩ ઇ.પી.કો કલમ ૩૩૬ તથા ગુજરાત મેડીકલ પ્રેકટીશનર એકટ ૧૯૬૩ ની કલમ ૩૦ મુજબ ગુન્હો દાખલ થયેલ હોય જે ગુન્હાનાનો આરોપી રામ પુંજાભાઈ વરૂ (રહે. વાડોત્રા ગામ તા.રાણાવાવ જી.પોરબંદરવાળો) નાસતો ફરતો હોય
જે સુચના આધારે એસ.ઓ.જી. ટીમના માણસો સાથે પેટ્રોલીગમાં હતા. તે દરમ્યાન આરોપી ને ગણતરીના કલાકોમાં આજરોજ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ કામગીરીમાં I/C PI એચ.બી.ધાંધલ્યા તથા એ.એસ.આઇ કે.બી.ગોરાણીયા, એમ.એચ.બેલીમ તથા પો.હેઙકોન્સ સરમણભાઇ સવદાસભાઇ, રવિન્દ્રભાઈ ચાઉ, મોહીત ગોરાણીયા તથા પોલીસ કોન્સ. સમીરભાઇ જુણેજા, ભીમા દેવાભાઇ, ડ્રા.એ.એસ આઈ. એમ.એમ.પરમાર રોકાયેલ હતા.
