શ્રી લોહલંગરીબાપુનો ૫૯ મોં પાટોત્સવ ધામધુમથી ઉજવવામાં આવશે

ગોંડલ:- ભારત ભુમી સંતોની ભૂમી છે. આ ભુમી ઉપર અનેક સંતો થયા. જેમાંના એક સંત રાજસ્થાન ની ધરતી ઉપર જયપુર પાસે આમેર ગામમાં થયા . અને ગલતા સ્થાનની દીક્ષા લઈને સમસ્ત ભારતની પાત્રા કરીને ગૌ મંડલ ગામમાં પોતાની કર્મભૂમિ બનાવીને સત્ય અને સંસ્કારનું સિચન કરી ગોંડલી નદીના કિનારે વટવૃક્ષની છાંયડીમાં ધુણી ધખાવીને બેસી ગયા . તે સિદ્ધપુરૂષ મહાસિદ્ધ યોગી મહાત્મા શ્રી લોહલંગરીબાપુ નો ૫૯ મો પાટોત્સવ (જયંતિ ઉત્સવ) સંવત ૨૦૭૯ નાં ચૈત્ર સુદ ૬ ને સોમવાર તા.૨૭/૦૩/૨૦૨૩ નાં રોજ ઉજવવામાં આવશે. તેમજ અન્નપૂર્ણેશ્વરી માતૃ શ્રી કંચનબાની ૧૪મી પૂણ્યતિથિ ઉજવવામાં આવશે. તેમજ રામયજ્ઞ શોભાયાત્રા હરીહર પ્રસાદ અને રાત્રે ભવ્ય સંતવાણી નું આયોજન કરવામાં આવ્યું છે. સંતવાણી માં મુદ્રીકા બહેન ગોંડલીયા, પૂનમ બહેન ગોંડલીયા, મહિપતસિંહ જાડેજા લોકસાહિત્યકાર (માણેકવાડા) જેન્તીબાપુ ગોંડલીયા ( અમરાપુર ગીર ) શૈલેષભાઈ મહેતા, રાજુભાઇ પટેલ વગેરે ભાગ લેશે તેમ શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર મહત શ્રી સિતારામ બાપુ જમનાદાસજી બાપુ લોહંગધામ વડવાળા દેવ ની જગ્યા ગોંડલ તરફથી જણાવ્યું છે. તેમજ દરેક ધર્મપ્રેમી જનતાને પધારવા ભાવભર્યુ આમંત્રણ આપવામાં આવ્યું છે.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!