Watch “વિદેશી પ્રવાસીઓ એ પોરબંદર ની લિધી મુલાકાત” on YouTube

અહેવાલ નિમેષ ગોંડલીયા સમુદ્ર સફરે નીકળેલા ગોરાઓ એ ગાંધીજીનાજન્મ સ્થળની લીધી મુલાકાત
120 જેટલા ગોરાઓ નિકડયા છે16 દિવસની સમુદ્ર સફરે
ગોરાઓ ને એકતા નો ગાંધીજી નો સંદેશ હજુ યાદ છે
ગોરાઓ એ ડોલર નું કર્યું દાન
પોરબંદર એ સત્ય અને અહિંસા ના પૂજારી મહાત્મા ગાંધીજી ની જન્મ ભૂમિ છે.દેશને આઝાદી અપાવનાર આ મહાત્મા ગાંધીજી ની ભૂમિ પર કીર્તિમંદિર ની મુલાકાતે દેશ વિદેશથી લોકો આવેછે.ત્યારે આજે એક વિદેશી શિપ પોરબંદર ની મુલાકાતે આવી હતી સાડા ત્રણ કલાક પોરબંદર માં રોકાઈ કીર્તિમંદિર સહિત ના સ્થળો ની મુલાકાત લીધી હતી .
એક સમય હતો જ્યારે ગાંધીજી કેસ લડવા માટે પ્રીટોરીયા જતા હતા. અને ટ્રેનમાં રંગભેદ ની નીતિ નો ભોગ બન્યા હતા અને તેમને ટ્રેનમાંથી નીચે ધકેલી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ રંગભેદની નીતિનો ગાંધીજીએ વિરોધ કર્યો હતો અને આંદોલનો કર્યા હતા આ ઉપરાંત ભારત ને આઝાદી અભાવમાં પણ મુખ્ય ભૂમિકા ગાંધીજીએ ભજવી હતી આથી અનેક લોકો દેશ-વિદેશથી ગાંધીજીના જન્મ સ્થળ કીર્તિ મંદિર આવે છે આજે પોરબંદરમાં પણ વિદેશથી 120 જેટલા લોકો સમુદ્રની સફર કરી કીર્તિ મંદિર દર્શન અર્થે આવ્યા હતા.
ગાંધીજી એ એકતા અને ભાઈચારા નો સંદેશ આપ્યો : વિદેશી પર્યટક
જ્યારે પૂછવામાં આવ્યું કે તમે ગાંધીજીને ઓળખો છો જવાબમાં વિદેશી પર્યટકોએ જણાવ્યું હતું કે ગાંધીજીએ વિશ્વને એકતા અને ભાઈચારાનો સંદેશો આપ્યો હતો તેઓને કેમ ભૂલી જઈએ ગાંધીજી એ પોતાનું જીવન અન્ય લોકો માટે સમર્પિત કર્યું હતું અને સત્ય અને અહિંસાનો સંદેશો આપ્યો હતો આજે આ ધરતી પર આવીને સન્યતા અનુભવી છે તેમ વિદેશી પર્યટકોએ જણાવ્યું હતું
16 દિવસની સમુદ્ર ની સફરે વીન્ટેજ ડીલક્ષ જહાજ
સામાન્ય રીતે લોકો બસમાં કે ટ્રેનમાં મુસાફરી કરતા હોય છે પરંતુ સમુદ્રની સફર ખેડવી પણ એક હવે શોખ બન્યો છે ત્યારે વિદેશીઓ પણ હવે આ શોખ ભરપૂર માણે છે વિન્ટેજ ડીલક્ષ નામના આ જહાજમાં 16 દિવસની સફરે દેશ વિદેશમાંથી 120 જેટલા વિદેશીઓ પ્રવાસે નીકળ્યા છે જેમાં યુકે ,યુએસ,ચીન જાપાન,ફ્લોરિડા સહિત વિવિધ દેશોમાંથી હાઈ ફાઈ સુવિધા સાથે આ જહાજમાં પ્રવાસ ખેડી રહ્યા છે. છ દિવસ પહેલા ગેટવે ઓફ ઇન્ડિયા દિલ્હી થી શરૂ થયેલ ટ્રીપ ની મજા લોકો મળી રહ્યા છે અને દિલ્હીના તાજમહેલ સહિતના સ્થળો જોઈ મુંબઈ પહોંચ્યા હતા ને મુંબઈ માં સાઈડ સીન કરી આજે છઠ્ઠા દિવસે પોરબંદર સાડા ત્રણ કલાક રોકાણ કર્યું હતું ગાંધીજીના જન્મ સ્થળ સહિત ભારત મંદિર અને પોરબંદરની સ્ટ્રીટ વિઝીટ કરી હતી અહીંથી તેઓ ઓમાન મસ્કત તથા આબુધાબી કતાર અને દુબઈ જશે તેમ ગાઈડ પ્રવીણભાઈ એ જણાવ્યું હતું
ગોરાઓ એ કર્યું ડોલરનું દાન
કીર્તિ મંદિર ની આસપાસ વિઝીટ કરતા આ ગોરાઓએ દાન માંગનાર વ્યક્તિને ચાર ડોલરનો દાન આપ્યું હતું અને વિદેશી ચલણ હાથમાં જોઈ, દાન લેનાર વ્યક્તિ ખુશ થઈ ગઈ હતી અને પ્રથમવાર ડોલર જોતા અન્ય લોકોને પણ બતાવવા માંડ્યા હતા.આ વ્યક્તિ પાસે ડોલર જોઈ ને રાહદારીઓ પણ બોલી ઉઠ્યા હતા કે જો અને કહેવાય કિસ્મત .ડોલર માટે વિદેશ જવું પડે છે ત્યારે આમને તો કીર્તમંદિર પાસે બેઠા બેઠા ડોલર મળી ગયા .
