અર્જુનલાલ હિરાણી કોલેજ ઓફ જર્નાલીઝમના વિદ્યાર્થીઓનું એલ્યુમની સ્નેહ સંમેલન યોજાયુ

અર્જુનલાલ હિરાણી કોલેજ ઓફ જર્નાલીઝમમાં 1992થી 2023 દરમ્યાન પત્રકારત્વ વિભાગમાં અભ્યાસ કરી ચુકેલા પૂર્વ વિદ્યાર્થીઓનું એલ્યુમની સ્નેહ સંમેલન નવા 150 રિંગ રોડ, ડીલાઈટ પાર્ટી પ્લોટ ખાતે તાજેતરમાં યોજાયું હતું. જેમાં વિભિન્ન પ્રસાર માધ્યમો સાથે જોડાયેલા 400 જેટલા વિદ્યાર્થીઓ ઉપસ્થિતિ રહ્યા હતા. આ તકે કોલેજની વેબસાઈટનું લોન્ચિંગ પણ કરાયું હતું.

કોલેજના પત્રકારત્વ વિભાગના અધ્યક્ષ ડૉ. કાન્તિ ઠેસિયાએ કહ્યું હતું કે, શિક્ષણને સમાજના અન્ય કોઈ વ્યવસાય સાથે સરખાવી શકાય તેમ નથી. આ ઋષિમૂનિઓની હજારો વર્ષ જૂની અદ્દભૂત દેન છે . અહીં નબળામાં નબળા વિદ્યાર્થીનું પણ હિર પારખીને તેમનામાં સર્જનનું બીજ રોપવામાં આવે છે. કોલેજના મેનેજીંગ ટ્રસ્ટી વિવેક હિરાણીએ જણાવ્યું હતું કે, પત્રકારત્વ જ્ઞાનની એક એવી વિદ્યા છે જે દરરોજ વિશ્વ સમક્ષ નવા નવા પરિમાણો રજુ કરે છે જેના મૂળમાં સબંધ બાંધવાની અને જાળવી રાખવાની પત્રકારની આવડત કામ કરે છે. કોમ્યુનીકેશન સ્કિલ પત્રકારને વધુ નિપુણ બનાવે છે. આ પ્રસંગે કોલેજના પ્રિન્સીપાલ ડૉ. ભારતીબેન તેમજ ખ્યાતનામ પત્રકાર જગદીશ મહેતા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

સાહિત્યકાર, હાસ્યકાર સાઈરામ દવેએ પોતાની લાક્ષણિક પ્રસ્તુતિમાં પત્રકાર અને પત્રકારત્વ પર પોતાનું ઓબ્ઝર્વેશન હળવી શૈલીમાં રજુ કરી ઉપસ્થિત પત્રકારો, મહેમાનોની દાદ મેળવી હતી. જયારે કોલેજના પરફોર્મિંગ આર્ટના પ્રોફેસર, છાત્રોએ શૌર્ય ગીતો સહિતની સંગીતમય પ્રસ્તુતિથી ઉપસ્થિતોને ઝૂમવા મજબુર કરી દીધા હતા.

આ તકે માનદ્દ પ્રાધ્યાપકો સુરેશ પારેખ, ડો. યશવંત હિરાણી, ગૌતમ દવે, દિલીપ જાની, નિમિષ કાનાણી અને ડો. કમલેશભાઈ પંડ્યાનું પુસ્તક અને પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું. પૂર્વ વિદ્યાર્થી અને કોર કમિટીના સભ્યો ડૉ. દિપક મશરૂ, રાજ લક્કડ, ડૉ. ઈરોસ વાજા, કૃણાલ કેસરીયા, યોગેશ રાઠોડ, પંકજસિંહ જાડેજા, પ્રતીક સંઘાણી, વિપુલ રાઠોડ, રોહિત હિંડોચા, સન્ની ગોહેલ, છબીલદાસ રાણપરા, પ્રકાશ સોલંકી, કેવલ દવે, રૂચિત વાડોલીયા, અમિત દવે, રવિ મોડાસીયા, આરઝુ અજુડિયા સહિતનાએ ઉક્ત સમારોહ સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!