Watch “મુખ્યમંત્રી કરશે માધવપુર મેળા નું ઉદ્ઘાટન” on YouTube
માધવપુર રાષ્ટ્રીય કક્ષા ના મેળા નું મુખ્ય પ્રધાન કરશે ઉદ્દઘાટન : તંત્ર દ્વારા તડામાર તૈયારી
જિલ્લા કલેકટરે પ્રેસ કોંફરન્સ યોજી રૂપરેખા આપી
તા.30/0૩/૨૦૨૩ ના રોજ માધવપુર નો મેળો શરૂ થશે જેની રૂપરેખા આપતા આજે પોરબંદર જિલ્લા સેવાસદન 1 માં જિલ્લા કલેકટરે પ્રેસ કોંનફરન્સ યોજી હતી જેમાં જણાવ્યું હતું કે ગુજરાત ના મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ , યુવા અને સંસ્કૃતિ વિભાગ ગુજરાત ના પ્રધાન મુળુભાઈ બેરા,યુનિયન મિનિસ્ટર કિરણ રિજિજુ,મેઘાલય સિલોંગ ના આર્ટ અને કલચર વિભાગ ના મિનિસ્ટર માધવપુર મેળા મા પધારશે. જેઓ સાંજે ૬:૦૦ કલાકે મેળાનું ઉદઘાટન કરાશે.
તા.૩૧/૦૩/૨૦૨૩ ના રોજ કેબિનેટ મિનિસ્ટર જી કિશન રેડી માધવપુર મેળા ખાતે પધરશે .જ્યારે તા.૦૧/૦૪/૨૦૨૩ ના રોજ સિક્કિમ ના મુખ્ય પ્રધાન પ્રેમસિંહ તમાંગ માધવપુર મેળા ખાતે પધારશે અને તા.૦૩/૦૪/૨૦૨૩ ના રોજ આસામ ના મુખ્ય પ્રધાન હિંમત બીસવા શર્મા,અરુણાચલ પ્રદેશના મુખ્ય પ્રધાન બીશ્વજીત સિંહ , તથા મણિપુર ના મિનિસ્ટર માધવપુર મેળા માં પધારશે .
સાંસ્કૃતિક કાર્યક્રમો
આ વખતે કાર્યક્રમનું મુખ્ય સ્થળ મેદાન સંપૂર્ણ એસી ડોમથી બનાવવામાં આવ્યું છે. જેથી સાંસ્કૃતિક કાર્યક્રમો અને સ્ટેજ પ્રોગ્રામ નિહાળવા આવતા લોકો સરળતાથી બેસી શકે.
- તારીખ ૩૦ થી તારીખ ૨ એપ્રિલ સુધી દરરોજ સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. – જેમાં ઉત્તર પૂર્વીય ૮ રાજ્યોની ૧૬ ટીમો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવશે.
- ઉત્તર પૂર્વીય રાજ્યોમાંથી આવેલા આ તમામ કલાકારોને રહેવા, જમવાની તથા આવવા જવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત દરરોજ સાંજે પાંચ વાગ્યાથી હાસ્યકલા અને ડાયરાઓ રજૂ કરવામાં આવશે.
૧. જેમાં તા.૩૦ ના રોજ સાંઈરામ દવે અને લલીતાબેન ઘોડાદ્રા
૨. તા.૩૧ ના રોજ કિર્તીદાન ગઢવી અને જગદીશભાઈ ત્રિવેદી. ૩. તા.૦૧ એપ્રીલ ના રોજ ગીતાબેન રબારી અને બીહારીભાઈ ગઢવી.
૪. તા.૦૨ એપ્રીલના રોજ આદિત્ય ગઢવી અને અનિરૂદ્ધભાઈ ગઢવી.
૫. તા.૦૩ એપ્રીલના રોજ માયાભાઈ આહિર.
બસ સુવિધા
તા.૩૦ નાં રોજ પોરબંદર જિલ્લામાંથી ૧૦૦ બસ માધવપુરના મેળા માટે ફાળવવામાં આવી છે, જેમાં પોરબંદરથી ૫૦ બસ, રાણાવાવ થી ર૦ અને કુતિયાણાથી ૩૦ બસ આ ઉપરાંત પોરબંદર શહેર માંથી ૧૩ નાની બસ ફાળવવામાં આવી છે, જે મેળાનાં આવાગમન માટે મુસાફરોને વિના મુલ્ય સુવિધા પુરી પાડશે.
તા.૩૧ નાં રોજ ગીરસોમનાથ જિલ્લાથી ૭૦ બસ
- તા.૦૧ એપ્રીલના રોજ રાજકોટ જિલ્લાથી ૭૦ બસ
તા.૦ર ના રોજ જુનાગઢ જિલ્લાથી ૬૦ બસ
તથા તા ૦૩ ના રોજ દેવભુમીદ્વારા જિલ્લાથી ૧૦૦ બસ માધવપુરનાં મેળામાં મુસાફરો માટે ફાળવવામાં આવી છે. આમ માઘવપુરના મેળા માટે કુલ-૪૧૩ બસો ફાળવવામાં આવી છે.
પોલીસ સ્ટાફ
મેળા દરમ્યાન સુરક્ષા માટે ૧૧ Dysp, ૧૮, ૬૭ PSI, ૮૯૨ પોલીસ સ્ટાફ, ૬ર૮ જી.આર.ડી, એસ.આર.ડી તથા ૧૩૧ હોમગાર્ડ ફરજ બજાવશે.
હસ્તકલાના સ્ટોલ
ઇન્ડેક્સ-સી દ્વારા એક ભારત શ્રેષ્ઠ ભારતની થીમ પર આધારિત હસ્તકલા હોટ બનાવવામાં આવ્યું છે. જેમાં ઉત્તર પૂર્વીય રાજ્યોના હસ્તકલાના કારીગરો માટે ૧૦૦ સ્ટોલ ઊભા કરાયા છે. જેમાં ૨૦૦ જેટલા કારીગરોને વિનામૂલ્યે જગ્યા ફાળવવામાં આવી છે. આ ઉપરાંત ચકડોળના મેદાન તથા સ્ટોલ માટે હરાજી કરવામાં આવી હતી. જેમાં એક મેદાન ચકડોળો માટેનું છે. જેની હરાજી ૧૮.૭૫ લાખમાં થઈ છે. આ ઉપરાંત ૧૨૦ સ્ટોલની હરાજી થઈ છે. જેમાં ૫૦ ફૂડ સ્ટોલની હરાજી ૧૯૭૨ લાખમાં તથા રમકડા અને હેન્ડીક્રાફ્ટ માટેના ૫૦ સ્ટોલની
હરાજી રૂપિયા ૧૪.૮૮ લાખમાં થઈ છે. આ ઉપરાંત સરકારી ટોકન ભાવે સખી મંડળો માટે ૧૯ ટોલ ફાળવવામાં આવ્યા છે.
પ્રાથમિક સુવિઘા
મેળામાં આવતા લોકો માટે પીવાના પાણીની તથા મોબાઈલ ટોઈલેટની સુવિઘા પુરી પાડવામાં આવી છે. તથા ફાયર ફાઈટર, મેડીકલ સ્ટાફ સ્થળ પર ફરજ બજાવશે.