16 એપ્રિલે શિવસેનાની બાઇક રેલી યોજાશે, પ્રદેશ પ્રભારી સહિતના નેતા ઉપસ્થિત રહેશે

પોરબંદરમાં શિવસેના નું સંગઠન મજબૂત કરવાના ઉદ્દેશથી બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. પોરબંદરમાં શિવસેનાનું સંગઠન મજબૂત થયું છે ત્યારે આ સંગઠનને વધુ મજબૂત બનાવવા અને જિલ્લામાં ટીમની રચના કરવાના ઉદ્દેશ્ય સાથે આવતીકાલે તા. 16 એપ્રિલના રવિવારે ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ બાઇક રેલી સવારે 11:30 કલાકે રિવરફ્રન્ટ ખાતેથી પ્રસ્થાન થશે અને પેરેડાઈઝ વિસ્તારમાં આવેલ શિવાજી મહારાજની પ્રતિમાને પુષ્પ હાર અર્પણ કરી આ રેલી સાગર સંસ્કાર ભુવન ખાતે પૂર્ણ થશે. આ રેલીમાં પ્રદેશ પ્રભારી જિમ્મીભાઈ અડવાણી સહિતના પ્રદેશ નેતાઓ ઉપસ્થિત રહેશે તેવું જિલ્લા શિવસેના ના પ્રમુખ અશોકભાઈ થાનકીએ જણાવ્યું છે.
Please follow and like us:
