” વિશિષ્ટ વ્યક્તિ” સન્માન મેળવતા ડોક્ટર સુરેખા શાહ

તારીખ 16 4 2023 ના મહાપ્રભુ શ્રીમદ વલ્લભાચાર્ય જી ના પ્રાગટ્ય ઉત્સવ નિમિત્તે એક સપ્તાહથી ઉજવાતા મહોત્સવની પૂર્ણાહુતિ રૂપે યોજાયેલ” ધર્મ સભા” માં પોરબંદરની એક સેવાભાવી સંસ્થા આશા હોસ્પિટલનું સન્માન કરવામાં આવ્યું તથા એક સેવાભાવી વ્યક્તિ તરીકે ડોક્ટર સુરેખા શાહ ને” વિશેષ વ્યક્તિ” તરીકેનું સન્માન તેમણે વિવિધ ક્ષેત્રોમાં કરેલ સેવાઓ બદલ પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી વસંત રાયજી મહારાજના હસ્તે એનાયત કરવામાં આવ્યો

ખીચો ખીચ ભરાયેલ સભામાં આચાર્યશ્રીઓના અમૃત વચન સાંભળવા આવેલા હજારો ભાવિકોની હાજરીમાં મળેલ સન્માન પ્રત્યે ડોક્ટર સુરેખા શાહે ઊંડા આભારની લાગણી વ્યક્ત કરી અને જણાવ્યું કે વૈષ્ણવ આચાર્યોના આશીર્વાદ મારી આધ્યાત્મિક સફરમાં ખૂબ જ ઉપયોગી નીવડશે
Please follow and like us:
CATEGORIES Porbandar
