પોરબંદરમાં લેન્ડ ગ્રેબીંગની ફરીયાદ દાખલ થતા પહેલા જ હાઈકોર્ટનો સ્ટે.

પોરબંદર તાલુકાના બગવદર રોડ ઉપર રહેતા રાજુ ૫૨બત વિસાણા ને યુ.કે.માં રહેતા જયમલ ખીમા ગોઢાણીયા દ્વારા ૧૦ વર્ષ ના કરારથી પોતાની જમીન ખેડવા માટે આપેલી હતી. અને તે રીતે છેલ્લા-૫ વર્ષથી કબજો ભોગવટો રાજુભાઈ ૫૨બતભાઈ વિસાણા પાસે હોય પરંતુ અચાનક જ કોઈપણ જાતના કારણો વગર યુ. કે. રહેતા જયમલ ખીમા ગોઢાણીયા દ્વારા તેની ભારવાડા ગામની જમીન તથા બગવદર ગામની જમીન સંબંધે જીલ્લા કલેકટર માં લેન્ડ ગ્રેબીંગ એકટ નીચે ફરીયાદ દાખલ કરેલી હતી. અને તે અનુસંધાને નોટીસ આવતા રાજુભાઈ પરબતભાઈ વિસાણા દ્વા૨ા તેમના એડવોકેટ ભરતભાઈ બી. લાખાણી મા૨ફતે વિગતવાર જવાબ આપેલો હતો. તેમજ તે અનુસંધાને પો૨બંદ૨
ની કોર્ટમાં દિવાની દાવો પણ દાખલ કરેલો હતો. અને ૨૦૧૮ માં આપેલી જમીન ૨૦૨૮ સુધી એટલે કે, ૧૦ વર્ષ માટે વાવવા આપેલી હોવાછતાં સાચી હકિકત છુપાવી ખોટી રીતે લેન્ડ ગ્રેબીંગ એકટ નીચે ફરીયાદ કરેલી હોય તેથી જીલ્લા કલેકટર લેન્ડ ગ્રેબીંગ ની સમીતી સમક્ષ કોઈ કાર્યવાહી કરે તે પહેલા જ રાજુભાઈ ૫૨બતભાઈ વિસાણા દ્રારા આ સંબંધે ગુજરાત હાઈકોર્ટમાં પીટીશન દાખલ કરતાં અને હાઈકોર્ટ દ્વારા પણ કેસની હકિકતો ધ્યાને લઈ જીલ્લા કલેકટર દ્વારા લેન્ડ ગ્રેબીંગ એકટની ફરીયાદ સંબંધે કોઈ આગળની કાર્યવાહી ન કરવી તેવો ” સ્ટે ” આપેલ છે. અને તે રીતે જીલ્લા કલેક્ટર દ્વારા લેન્ડ ગ્રેબીંગ સંબંધે કોઈ હુકમ કરે તે પહેલા જ હાઈકોર્ટમાંથી સ્ટે આવી જતા અને તે રીતે લેન્ડ ગ્રેબીંગ સંબંધે કોઈ ખોટી ફરીયાદ કરે તો હાઈકોર્ટમાંથી સ્ટે મળતો હોવાનું આ ચુકાદા ઉપરથી પ્રસ્થાપિત થયેલ છે.

આ કામમાં અરજદાર વતી હાઈકોર્ટમાં આશિષભાઈ ડગલી તથાપોરબંદરમાં દિપકભાઈ બી. લાખાણી, ભરતભાઈ બી. લાખાણી, હેમાંગ ડી.
લાખાણી, અનિલ ડી. સુરાણી, જયેશ બારોટ, જીતેન સોનીગ્રા, કિશન ગોહેલ
રોકાયેલા હતાં.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!