રાણાવાવની સરકારી વિનયન કોલેજની એક દાયકાની સફર

ઉચ્ચ શિક્ષણનો વ્યાપ વધે તે હેતુથી ગુજરાત સરકાર દ્વારા રાજયના ઘણાં વિસ્તારોમાં સરકારી કોલેજો શરુ કરવામાં આવી છે. તે પૈકીની એક કોલેજ એટલે વર્ષ ને શરૂ કરે તે ૨૦૧૨થી પોરબંદર જિલ્લાના ઐતિહાસિક રાણાવાવ નગરમાં શરુ થયેલી સરકારી વિનયન કોલેજ, વિશાળ કેમ્પસ અને અનેકવિધ આધુનિક સગવડતા ધરાવતી આ મોડેલ ડીગ્રી કોલેજ રાણાવાવ અને તેની આસપાસનાં ગ્રામ્ય વિસ્તારોમાં વિદ્યાર્થીઓ અને વિશેષતઃ કન્યાઓ માટે શિક્ષણ થકી સશક્તિકરણનું સબળ માધ્યમ બની રહી છે. શિક્ષણ, શિસ્ત અને સંસ્કારિતાના સંગમ સમાન આ કોલેજમાં બી.એ.નો ત્રણ વર્ષનો સ્નાતક કક્ષાનો અભ્યાસ કરી ઘણા વિદ્યાર્થીઓ પોતાની તેજસ્વી કારકિર્દી ઘડી શક્યા છે.
આ કોલેજ પોરબંદર જિલ્લામાં સૌથી વધુ વિષય પસંદગીની સ્વતંત્રતા આપતી સરકારી કૉલેજ છે. અહીં મુખ્યત્વે કલા/આર્ટ્સના વિષયોનો અભ્યાસ કરાવવામાં આવે છે. આ કૉલેજમાં ચાર ભાષા (ગુજરાતી, હિન્દી, સંસ્કૃત અને અંગ્રેજી) અને ત્રણ સામાજિક વિજ્ઞાનના વિષયો (સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન અને ઇતિહાસ) એમ કુલ સાત જેટલા વિષયોનો અભ્યાસ કરી શકાય છે. કલા/આર્ટ્સના વિષયો દ્વારા વિદ્યાર્થી પોતાની ઉત્તમ કારકિર્દી ઘડી શકે છે. આ વિષયમાં સ્નાતક થયા પછી પરંપરાગત બી.એડ. / એમ.એ. તો થાય જ, પણ એ સિવાય ઘણા વિકલ્પો ખૂલી જાય છે, જેના વિષે વિદ્યાર્થીઓને પૂરતું માર્ગદર્શન આપવામાં આવે છે, ફી સરકારી ધારાધોરણ મુજબ લેવાય છે. જેથી વિદ્યાર્થીઓ કે તેમના માતા-પિતા પર કોઈ આર્થિક બોજ પડતો નથી. વિશેષમાં પ્રતિભા પરવશતા ન અનુભવે તે માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સરકાર દ્વારા આપતી કોને માઇગર અને રાજ્ય સરકાર વિવિધ સ્કોલરશીપથી વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવે છે અને તે માટે પ્રેરવામાં આવે છે. દર વર્ષે સરેરાશ 75 % વિદ્યાર્થીઓ કોઈને કોઈ સ્કોલરશીપ મેળવે છે.

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગની સીધી દેખરેખ હેઠળ ચાલતી આ કોલેજના અધ્યાપકો Ph.D. ઉચ્ચ લાયકાત ધરાવે છે અને જી.પી.એસ.સી.ની પરીક્ષા પાસ કરી નિયુક્ત થયેલા છે. વિદ્વતા, પ્રતિબદ્ધતા, પારદર્શિતા અને નિયમિતતા આ કોલેજની શૈક્ષણિક અને વહીવટી ઓળખ છે. આ કોલજ વિદ્યાર્થીઓને નિયમિત અભ્યાસની સાથે વર્તમાન સમયને અનુરૂપ અને પ્રાદેશિકતાને ધ્યાનમાં રાખી અનેક પ્રવૃત્તિઓનું નિયમિતપણે આયોજન કરે છે. N.S.S. (રાષ્ટ્રીય સેવા યોજના યોજના), ફિનિશિંગ સ્કૂલ, ઇનોવેશન ક્લબ, સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ, ઉદિશા અને સ્કોપ જેવા સરકાર દ્વારા ચાલતા વિદ્યાર્થીઓને ખૂબ જ ઉપયોગી કાર્યક્રમો છે. જીવન કૌશલ્યો શીખવતા, રોજગાર ક્ષમતા વધારતા અને વ્યકિતત્વ નિખારતા ગુણો વિકસે એ હેતુથી વિવિધ કાર્યક્રમોનું આયોજન વર્ષ દરમિયાન થતું રહે છે. કોલેજ વિદ્યાર્થીઓને અભ્યાસેત્તર પ્રવૃત્તિઓમાં ભાગ લેવાની તકો આપી તેમના સર્વાંગી વિકાસની સુવિધા આપતુ મંચ પૂરું પાડે છે. જ્યાં તેઓ સર્જનાત્મકતાનો આનંદ અનુભવે છે. કોલેજના યુવાનોની બહુવિધ પ્રગતિ માટે શિક્ષણ, કલા અને જ્ઞાનના વિવિધ ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. સપ્તધારાની પ્રવૃત્તિઓમાં વકતૃત્વ સ્પર્ધા, ક્વિઝ કોમ્પિટિશન, કાવ્યસર્જન, રમત/ગમત સ્પર્ધાઓ, યોગ અભ્યાસ, રક્તદાન શિબિર, સમાજ જાગૃતિ માટેની રેલીઓ, ચિત્ર, રંગોળી, કેશકળા, પોસ્ટરમેકિંગ, લગ્નગીત, ગરબા, લોકગીત વગેરેની સ્પર્ધાઓ, અભિનય પ્રશિક્ષણ શિબિર, નાટ્ય લેખન શિબિર, મોનો એક્ટિંગ વગેરેનો સમાવેશ થાય છે.
એક દાયકાની સફર પૂરી કરી રહેલી સરકારી વિનયન કૉલેજ, રાણાવાવમાં વર્ષ- ૨૦૧૨ થી વર્ષ-૨૦૨૨ સુધી અભ્યાસ કરી ચૂકેલા વિદ્યાર્થીઓ પૈકી ઘણા વિદ્યાર્થીઓએ સરકારી નોકરી પ્રાપ્ત કરી છે, જેમાં એક વિદ્યાર્થી GPSC વર્ગ-૨ની પરીક્ષા સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમે પાસ કરી છે. હાલ કોલેજના નવ વિદ્યાર્થીઓ જુદા-જુદા વિષયમાં Ph.D. (ડોકટરેટ)નો અભ્યાસ કરી રહ્યા છે અને આઠ વિદ્યાર્થીઓએ M.Phil.પૂર્ણ કરેલ છે. બે વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય કક્ષાએ લેવાતી NET-JRFની પરીક્ષા પાસ કરી દર મહીને ૩૫,૦૦૦ રૂપિયા ફેલોશિપ મેળવી રહ્યા છે. કોલેજના ઈતિહાસ વિષયમાં બે અને ગુજરાતી વિષયમાં એક એમ કુલ ત્રણ વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી કક્ષાએ ગોલ્ડ મેડલ મેળવેલ છે. કોલેજના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય કક્ષાએ અધ્યાપક બનવા માટે લેવાતી NET (નેશનલ એલીજીબીલીટી ટેસ્ટ) પરીક્ષા પાસ કરેલ છે અને આઠ વિદ્યાર્થીઓએ રાજ્ય કક્ષાએ અધ્યાપક માટે લેવાતી GSET (ગુજરાત એલીજીબીલીટી ટેસ્ટ) પરીક્ષા પાસ કરેલ છે. વધુ GSET (ગુજરેલ છે. વિગત માટે કોલેજની વેબસાઇટ governmentartscollegeranavav.edu.in મુલાકાત લેવી.
