ભારતની વ્હીલચેર ક્રિકેટ ટીમ ના કેમ્પ માટે 23 ખેલાડીઓમાં પોરબંદર ના ભીમા ખૂંટીની પસંદગી
ભીમા ખૂંટી લખનઉ જવા માટે રવાના થયા..
આગામી 29 એપ્રિલ થી લખનઉ ખાતે ભારતની વ્હીલચેર ક્રિકેટ ટીમનો કેમ્પ થવા જઈ રહ્યો છે.તે કેમ્પ માટે ગુજરાતની વ્હીલચેર ક્રિકેટ ટીમના કેપ્ટન ભીમા ખૂંટીનું સિલેક્શન થયું છે.તે પોરબંદર તથા ગુજરાત માટે ગૌરવની વાત છે.
અમારી વાત ભીમા ખૂંટી સાથે થઈ ત્યારે ભીમાએ એવું જણાવ્યું હતું કે હવે ભારતમાં વ્હીલચેર ક્રિકેટનું કોમ્પિટિશન હાય લેવલ પર પહોંચી ગયું છે.કારણ કે 28 રાજ્યની ટીમો છે એટલે તમારે રાજ્ય લેવલે સારું પ્રદર્શન કરવું પડે ત્યારબાદ તમે કેમ્પમાં સિલેક્શન પામો છો. હું આભાર માનુ છું વ્હીલચેર ક્રિકેટ ઇન્ડિયા એસોસિએશન તથા સિલેક્ટરોનું કે જેમને મારા ઉપર ભરોસો જતાવ્યો છે.
આગામી ઇન્ટરનેશનલ સિરીઝ માટે ફરી એક વખત ભારતની વ્હીલચેર ક્રિકેટ ટીમના ખેલાડી તરીકે ભીમાભાઇ પસંદગી પામે તેવી અમારી ટીમ તરફથી શુભેચ્છાઓ.
Please follow and like us: