પોરબંદર નેહરુ યુવા કેન્દ્ર દ્વારા યુવા આસ પડોસ સંસદ કાર્યક્રમ યોજાયો

જવાહર નવોદય વિદ્યાલય ખાતે મોક સંસદનુ આયોજન કરાયુ

પોરબંદર તા,૦૨. નેહરુ યુવા કેન્દ્ર પોરબંદર દ્વારા જવાહર નવોદય વિદ્યાલય ખાતે આસ પડોસ યુવા સંસદ કાર્યક્રમનું આયોજન” મારુ ભારત વિકસિત ભારત” થીમ સાથે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમા જિલ્લા કલેકટર કે.ડી લાખાણી અધિકારીએ આ તકે વિધાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમમાં રિદ્ધિ માખેચા, ડૉ. કરશનભાઈ કારાવદરા, ડૉ. જીગ્નેશ પ્રશ્રાણી, તેમજ જવાહર નવોદય વિદ્યાલયના પ્રિન્સિપાલ રામેશ્વર કુમાવત ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમમા મોક સંસદ બનાવવામા આવી હતી. જેમા વિધાર્થીઓ સાંસદ તથા સંસદ પ્રણાલીનો ભાગ બન્યા હતા. તથા સંસદમા બિલ પાસ કરવુ, શપથ ગ્રહણ, સાર્વજનિક મુદ્દાઓની ચર્ચા વગેરેનો ડેમો દ્રારા વિધાર્થીઓએ ભાગ લીધો હતો. આ તકે જવાહર નવોદય વિદ્યાલયના હોલને સંસદ બનાવવામા આવી હતી.

આ તકે જિલ્લા કલેકટરએ જણાવ્યુ હતુ કે, વિધાર્થીઓ સંસદની પ્રક્રિયા તથા સંસદના કામકાજથી વાકેફ થાય તે ખુબ જ જરૂરી છે. આ પ્રકારના કાર્યક્રમો ભારતીય લોકતંત્રને વધુ મજબુત કરવામા તથા યુવાનોને માર્ગદર્શન પુરુ પાડે છે. ભારત દેશની પ્રગતિ તેનુ મજબુત સંસદીય લોકતંત્ર છે. આ તકે કલેકટરશ્રીએ ભારતની લોકશાહીના પિલર્સ વિશે વાત કરી કાર્યક્રમમા ભાગ લેનાર વિધાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.

નેહરુ યુવા કેન્દ્રના યુવા સંયોજક મેઘાબેન સનવાલે કાર્યક્રમની રૂપરેખા આપી કાર્યક્રમનો હેતુ સમજાવ્યો હતો. રિદ્ધિબેન માખેચાએ મન કી બાત પર પોતાનું વક્તવ્ય રજૂ કર્યું હતુ. ડો. કરસનભાઇ કારાવદરાએ નારી શક્તિ પર પોતાનું વક્તવ્ય રજૂ કર્યું હતુ. તથા ડૉ. જીગ્નેશ પ્રશ્રાણીએ મતદાન જાગૃતિ વિશે વાત કરી હતી.

કકકકાર્યક્રમમા જવાહર નવોદય વિધાલયના શિક્ષકો તથા નેહરુ યુવા કેન્દ્રના રાષ્ટ્રીય સ્વયંસેવક બામણીયા સોનલ, ખાણદર બંસી, પરમાર સોનલ, ઓડેદરા સતીષ, સિસોદિયા સોનલ, હિંગળાજ ક્રિષ્ના સહિત વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે બધા સહભાગીયોને નેહરુ યુવા કેન્દ્રની તરફથી ભેટ તેમજ સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતુ.કાર્યક્રમનુ સંચાલન શિક્ષક ભવ્નેશભાઇ શર્માએ કર્યુ હતુ.

Please follow and like us:
Spread the love
CATEGORIES
TAGS

COMMENTS Wordpress (0) Disqus ( )

error: Content is protected !!