“યુવા ઉત્સવ” માં રાજ્ય કક્ષાએ પોરબંદર નું નામ રોશન કરતી દીકરીઓ

સુરભી કલાવૃંદ કે જે છેલ્લા ૨૯ વર્ષ થી પોરબંદર મા ભરતનાટયમ, કથક, સંગીત, ગરબા, થિએટર જેવી અનેક કલાઓ ના રંગ રેલાવે છે. તેમના સંસ્થાપક શ્રીમતિ ક્રિષ્ના રાણિંગા તેમજ નૃત્યરચનાકાર તથા ગુરુઓ તરીકે શ્રીમતિ સુરભી રાણિંગા પુરોહિત અને શ્રીમતિ માધુરી લોઢીયા ફરજ બજાવી રહ્યા છે. ત્યારે સુરભી કલાવૃંદ ને જણાવતા આનંદ અને ગર્વ થાય છે કે આમારી શિષ્યા કુમારી અદિતી કોટક (વિનોદભાઈ – ભાવનાબેન ની સુપુત્રી) , “યુવા ઉત્સવ” માં રાજ્ય કક્ષાએ દ્વિતીય ક્રમાંક લાવીને ગુરુઓ અને માતા પિતા તેમજ પોરબંદર નું નામ રોશન કર્યું છે.
અને કુમારી ધ્રુતિ દવે(વત્સલભાઈ- સોનલબેન) ‘કલા ઉત્સવ’ માં રાજ્ય કક્ષાએ દ્વિતીય ક્રમાંક અને ‘યુવા ઉત્સવ’ માં પ્રાદેશિક કક્ષાએ તૃતીય ક્રમાંક લાવીને ગુરૂઓ તથા માતા પિતા તેમજ પોરબંદર નું નામ રોશન કર્યું છે.
બંને કલાકારો ની આ ઉપલબ્ધી પર સુરભી કલાવૃંદ નાં ડો. જયેન્દ્ર કારીયા, ડો. સુરેશ ગાંધી, સુમનસિંહ ગોહિલ, ડૉ. આનંદ કારીયા, જીતેન્દ્ર રાણિંગા, વિપીનભાઈ કક્કડ, પરેશ ભરવાડીયા તથા તમામ સભ્યો એ અભિનંદન અને શુભકામના પાઠવી છે.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!