પોરબંદર જિલ્લામાં કમોસમી વરસાદથી પાકનું મોટા પાયે નુકસાન: તાત્કાલિક સર્વે કરવા કોંગ્રેસની માંગ
ધરતીપુત્રોને મગ અને તલ સહિત એરડાના પાકનું કર્યું છે મોટા પાયે વાવેતર: કોંગ્રેસ દ્વારા તાત્કાલિક સર્વે કરવા થઈ માંગ
પોરબંદર જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો છે ત્યારે ખેડૂતોને મોટાપાયે નુકશાન થયું છે તેમ જણાવીને કોંગ્રેસ દ્વારા રાજ્યસરકાર ને રજૂઆત કરીને તાત્કાલિક સર્વે કરવા માંગ થઈ છે
પોરબંદર કોંગ્રેસ ના સિનિયર આગેવાન અને પ્રદેશ કોંગ્રેસના પૂર્વ સેક્રેટરી રામદેવભાઈ મોઢવાડીયા એ રાજ્યસરકાર ને રજૂઆત કરતા જણાવ્યું છે કે પોરબંદર જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો હોવાથી ખેડૂતોને મોટાપાયે પાકમાં નુકશાન થયું છે. ખાસ કરીને બરડા અને રાણાવાવ વિસ્તારના ખેડૂતો દ્વારા ઉનાળુ પાક તરીકે મગ, તલ અને એરંડાનું વાવેતર કરવામાં આવ્યું છે અને આજે સવારથી જ બરડા પંથક ના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ વરસવાનો કારણે આ પાક ને મોટું નુકશાન થયું છે.તેથી રાજ્યસરકાર દ્વારા પોરબંદર પંથકમાં મેઘરાજાએ સટાસટી બોલાવીને પાકને નુકશાન કર્યું છે એનો તાત્કાલિક સર્વે કરીને થયેલી નુકશાની નું વળતર ચૂકવવું જોઈએ એવી માંગ કરી છે અને વિગતવાર પત્ર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મોકલી આપ્યું છે