પોરબંદર મેડિકલ કોલેજ માં યોગ શિબિર યોજાઈ


ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર, જીએમઇઆરએસ મેડિકલ કોલેજ પોરબંદરના સંયુક્ત ઉપક્રમે એક યોગ શિબિરનું આયોજન કરવામાં આવેલું. સૌ પ્રથમ યોગ પ્રાણાયામ વિષય ઉપર ૧ કલાકનું વ્યાખ્યાન કોલેજમાં યોજવામાં આવેલું હતું જેમાં યોગ પ્રાણાયામનો ઉદભવ, જીવનમાં આવશ્યક્તા, શરીર અને મન ઉપર તેનો પ્રભાવ વગેરે ઉપર વિગતવાર માહિતી અભ્યાસુ વિદ્યાર્થીઓ/વિદ્યાર્થીનીઓને આપવામાં આવેલી. પ્રોફેસરશ્રી મયંક જોવિયા, સેસન એક્સપર્ટ શ્રી મનોજ મકવાણા વગેરેએ ડિન સાહેબ સુશિલકુમારના માર્ગદર્શન હેઠળ આ સેસન પૂર્ણ કરવામાં આવેલું. ઉપસ્થિત સર્વેને યોગ પ્રાણાયામ ઉપર રસ નિર્માણ થયેલો અને એક ૭ દિવસીય યોગ શિબિર માટે સર્વે કટિબદ્ધ થયેલા. તારીખ ૧૭ એપ્રિલ થી ૨૩ એપ્રિલ ૨૦૨૩ સુધી જીએમઇઆરએસ હોસ્ટેલ, વનાણા ખાતે શિબિરનું આયોજન કરવામાં આવેલું. પોરબંદર જિલ્લા યોગ કો ઓર્ડિનેટરશ્રી જીવાભાઇ ખૂંટી તથા તેના યોગ ટ્રેનરશ્રી મનોજ મકવાણા દ્વારા આ શિબિર માં બ્રમ્હ્મુરત, યોગ, પ્રાણાયામ, સુર્યનમસ્કાર, દૈનિક સુચારુ જીવન વ્યવહાર, ઘર ઓફિસ આસપાસ વૃક્ષ વનસ્પતિ ઉછેર તથા જિંદગીમાં સકારાત્મકતા અને લક્ષ્ય પ્રત્યે કટિબદ્ધતા ઉપર દરરોજ જ્ઞાન ભવિષ્યનાં તૈયાર થતાં ડોકટોરો સમક્ષ પીરસવામાં આવેલું. આ શિબિરનો મુખ્ય હેતુ યોગ પ્રાણાયામ જીવનનો સ્વભાવ બને, આધુનિક દવા અને ડોકટરી સારવાર સાથે સાથે યોગ પ્રાણાયામ દ્વારા દર્દી જલ્દી સ્વસ્થ બને, નીરોગી જીવન રહે, પ્રકૃતિ સમક્ષ હકારાત્મક દ્રસ્તિકોણ મારફત આવનારા દિવસોમાં પર્યાવરણ વધુ સ્વચ્છ રાખીએ વગેરે મુખ્ય હેતુ હતો. શિબિરનાં સમાપનનાં દિવસે અનેક આયુર્વેદિક વૃક્ષોનું રોપણ કરવામાં આવેલું હતું. આ વૃક્ષારોપણમાં તમામ વિદ્યાર્થીઓ, કોલેજ સ્ટાફ અને નાના મોટા સહકર્મચારીઓ દ્વારા અનુદાન આપી સહુના સહિયારા પ્રયાશથી આ વૃક્ષારોપણ કાર્યક્રમ અને શિબિર પૂર્ણ કરવામાં આવેલી.

