પોરબંદર ઔદ્યોગિક તાલીમ સંસ્થાના તાલીમાર્થીઓએ બખરલા પ્રાથમિક આરોગ્યકેન્દ્રની મુલાકાત લીધી

પોરબંદર, તા.૨૫, પોરબંદર ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે ચાલતા ટ્રેડ હેલ્થ સેનેટરી ઇન્સ્પેકટરના તાલીમાર્થીઓને તાલીમના ભાગરૂપે સુપરવાઈઝર ઇન્સ્ટ્રકટર કુ.કે.એચ.મોગલના માર્ગદર્શન હેઠળ પોરબંદરના બખરલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લેવામાં આવી હતી. આ તકે ઇન્ચાર્જ મેડિકલ ઓફિસર ડો.પિયુષ વાજા સહિત મેડિકલ સ્ટાફએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં વિવિધ મેડિકલ સેવા અને સરકારની યોજનાઓ વિશે જાણકારી આપી હતી. આ તકે ડો. પિયુષ વાજા દ્વારા તાલીમાર્થીઓને તેમના mphw તરીકેના રોલ, રિસ્પોન્સીબીલીટી અને ગ્રામ્ય સ્તરે તેમના કામનું મહત્વ વિશે વિસ્તારથી સમજાવવામાં આવ્યું હતું. ગ્રામ્ય સ્તરે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું મહત્વ તેમજ તેમાં ઉપલબ્ધ સેવાઓ અને આરોગ્ય લક્ષી સરકારની યોજનાઓ વિશે જાણકારી આપવામાં આવી હતી.
Please follow and like us:
CATEGORIES Gujarat
